પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

અમેરિકાના અલાસ્કામાં બે હેલ્થ વર્કરને ફાઈઝર વેક્સિન આપવામાં આવ્યા બાદ તેમની તબિયત ગણતરીની મિનિટોમાં બગડી હતી. આ બંને હેલ્થ વર્કર્સ છે અને એક જ હોસ્પિટલમાં કામ કરે છે.આ બે હેલ્થ વર્કર પૈકીની એક મહિલાને રસી મુકાયાની ગણતરીની મિનિટોમાં ચહેરા પર અને ગળા પર લાલ ચકામા ઉપસી આવ્યા હતા અને શ્વાસ લેવામાં તકલીફ પડવા માંડી હતી, હાર્ટબીટ વધી ગયા હતા.આ તમામ એલર્જીના લક્ષણો હતા.જ્યારે આ મહિનાને એલર્જીની સમસ્યા પહેલા નહોતી. આખરે મહિલાને આઈસીયુમાં દાખલ કરવાની ફરજ પડી હતી.

બીજા હેલ્થ વર્કરને વેક્સિન મુકાયા બાદ આંખોમાં બળતરા, ચક્કર આવવાની અને ગળામાં ખારાશની સમસ્યા ઉભી થઈ હતી. તેને સારવાર આપ્યાના એક મહિના બાદ આખરે તેની તબિયતમાં સુધારો થયો હતો.

અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનને જણાવ્યું હતું કે જે લોકોને પહેલા એલર્જી રિએક્શન આવી ચુક્યા હોય તે લોકોએ આ વેક્સિન લેવી જોઈએ નહી. મધ્યમ વયજૂથના દર્દીઓને વેક્સિન લગાવ્યા બાદ જો આ પ્રકારના લક્ષણ દેખાય તો તેમનો ઈલાજ એલર્જી ટ્રીટમેન્ટથી કરી શકાય છે. આ અંગે ફાઈઝરે કહ્યુ હતુ કે, અમારી વેક્સિન સ્પષ્ટ પ્રકારની ચેતવણી સાથે અપાય છે કે, જેમને એલર્જીની પરેશાની છે તેમણે કોરોનાની રસી લીધા બાદ સારવારની જરુર પડી શકે છે.