FILE PHOTO: Chinese Vice Premier Liu He listens as U.S. President Donald Trump speaks during a signing ceremony for "phase one" of the U.S.-China trade agreement in the East Room of the White House in Washington, U.S., January 15, 2020. REUTERS/Kevin Lamarque/File Photo

વેપાર યુદ્ધ સમાપ્ત કરવા માટે અમેરિકા અને ચીન વચ્ચે ગયા મહિને પ્રથમ તબક્કાની સમજૂતી થયા પછી ચીને ગયા સપ્તાહે જાહેરાત કરી હતી કે તે ૧૪ ફેબ્રુઆરીથી અમેરિકાની ૭૫ બિલિયન ડોલરની વસ્તુઓની આયાત ડયુટીમાં ઘટાડો કરશે. ચીનના સ્ટેટ કાઉન્સિલ ટેરિફ કમિશનના જણાવ્યા અનુસાર સપ્ટેમ્બરમાં અમેરિકાની ૧૭૦૦ વસ્તુઓ પર પાંચ ટકા અને દસ ટકાની આયાત ડયુટી નાખવામાં આવી હતી. ૧૪ ફેબુ્રઆરીના રોજ વસ્તુઓની આયાત ડયુટીમાં ઘટાડો કરવામાં આવશે.
ચીને અમેરિકાની જે વસ્તુઓ પર દસ ટકા ડયુટી નાખી હતી તેમાં સીફૂડ, પોલ્ટ્રી અને સોયાબીનનો સમાવેશ થાય છે. ચીનના કમિશને એક નિવેદનમાં જણાવ્યું છે કે આ નિર્ણયાથી ચીન અને અમેરિકાના આિાર્થક અને વેપારી સંબાધો વધુ મજબૂત બનશે.
કમિશને વધુમાં જણાવ્યું છે કે અમને આશા છે કે બંને દેશો આ સમજૂતીનું પાલન કરશે અને બજારનો વિશ્વાસ વધારશે. ઉલ્લેખનીય છે કે ટ્રમ્પે ગયા વર્ષે ઓગસ્ટમાં ચીનમાંથી આયાત થતી ૩૦૦ બિલિયન ડોલરની વસ્તુઓ પર વધુ દસ ટકા ડયુટી નાખવાની જાહેરાત કરી હતી.જેના જવાબમાં ચીને અમેરિકાની ૭૫ બિલિયન ડોલરની વસ્તુઓ પર ડયુટી નાખવાની જાહેરાત કરી હતી.
૧૫ જાન્યુઆરી, ૨૦૨૦ના રોજ અમેરિકા અને ચાન વચ્ચે પ્રથમ તબક્કાની સમજૂતી થયા પછી યુએસ ટ્રેઝરી પ્રધાન સ્ટીવન મ્નુચીન એક ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ચીન આગામી બે વર્ષમાં અમેરિકાની ૨૦૦ બિલિયન ડોલરની વસ્તુઓ ખરીદશે. જેમાં ૪૦ થી ૫૦ બિલિયન ડોલરની કૃષિ પેદાશો પણ હશે.
તેમણે વધુમાં જણાવ્યું હું કે આ સમજૂતીથી અમેરિકાના ખેડૂતોને ખૂબ જ ફાયદો થશે. કેટલાક લોકો પ્રશ્ર કરી રહ્યાં છે કે શું અમેરિકન ખેડૂતો આટલી રકમના પાક ઉત્પન્ન કરી શકશે? તો તેના જવાબમાં સ્ટીવન મ્નુચીને જણાવ્યું હતું કે અમેરિકાના ખેડૂતો વધુ જમીન ખરીદીને વધુ ઉત્પાદન કરશે. મ્નુચીને વધુમાં જણાવ્યું હતું કે જો ચીન નક્કી થયેલી સમજૂતી અનુસાર અમેરિકાની ૨૦૦ બિલિયન ડોલરની વસ્તુઓ ખરીદશે નહીં તો અમેરિકાના પ્રમુખ ફરીથી ચીન પર નવી ડયુટી નાખવાની સત્તા ધરાવે છે. મ્નુચીને વધુમાં જણાવ્યું હતું કે અમેરિકા અને ચીન વચ્ચે બીજા તબક્કાની વેપાર સમજૂતી થશે નહીં ત્યાં સુાધી હાલમાં જે ડયુટી નાખવામાં આવેલી છે તે ચાલુ રહેશે. જો કે બંને દેશો એકબીજાની વસ્તુઓ પર નવી ડયુટી નાખશે નહીં.