અમેરિકામાં 14.30 લાખથી વધારે કેસ નોંધાયા છે. જેમા 85 હજાર 197 લોકોના મોત થયા છે. અહીં 24 કલાકમાં 1813 લોકોના મોત થયા છે અને 21 હજાર 712 નવા કેસ નોંધાયા છે. અમેરિકામાં એક કરોડથી વધારે લોકોના ટેસ્ટ કરાયા છે. જ્યારે 3.10 લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે.સૌથી પ્રભાવિત રાજ્ય ન્યૂયોર્કમાં 3.50 લાખ કેસ નોંધાયા છે જ્યારે 27 હજાર લોકોના મોત થયા છે.મેક્સિકો સરકારે અર્થવ્યવસ્થાને પાટા ઉપલ લાવવા માટે બે મહિનાથી ચાલી રહેલા લોકડાઉનમાં ઢીલ આપવાની જાહેરાત કરી છે. 18 મેથી લોકડાઉનમાં ઢીલ અપાશે. અહીં ત્રણ તબક્કામાં પ્રતિબંધોમાં ઢીલ અપાશે. મેક્સિકોમાં 40 હજાર 186 કેસ નોંધાયા છે અને 4,220 લોકોના મોત થયા છે.