અમેરિકામાં કોરોનાનો કહેર યથાવત છે. છેલ્લા 24 કલાકમાં 2500 જેટલા લોકો અમેરિકામાં મોતને ભેટયા છે. જોકે આ બધાની વચ્ચે પણ અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યુ છે કે, હું આગામી સપ્તાહે એરિઝોના રાજયની મુલાકાત લઈશ. ટ્રમ્પે કહ્યુ હતુ કે,આગામી સપ્તાહે હુ એરિઝોના રાજ્યમાં જઈ રહ્યો છું. જોકે આ મુલાકાત ચૂંટણી લક્ષી નથી પરંતુ આ પ્રવાસ રાજ્યની ઈકોનોમી માટે છે.

અહીં કોઈ પ્રચાર રેલી થવાની નથી. ટ્રમ્પે જોકે આશા વ્યક્ત કરી છે કે, શક્ય હોય તેટલી જલદી ચૂંટણી રેલીઓ શરુ કરી શકાશે. આપણે આશા રાખીએ કે 25000 લોકો રેલીમાં હાજર હોય અને બધા એકબીજાની સાથે બેસી શકે. જોકે અમેરિકામાં વૈજ્ઞાનિકો ચેતવણી આપી રહ્યા છે કે જ્યાં સુધી વાયરસની કોઈ રસી ના શોધાય ત્યાં સુધી સોશ્યલ ડિસ્ટન્સિંગ જાળવવુ બહુ જરુરી છે.

એ પછી પણ ટ્રમ્પનુ અનુમાન છે કે, વાયરસ પોતીની જાતે જ ખતમ થઈ જશે. અમેરિકા આ ખતરાને પહોંચી વળવા સક્ષમ છે. જોકે વગર રસીએ વાયરસ કેવી રીતે ખતમ થશે તેવા સવાલના જવાબમાં ટ્રમ્પે કહ્યુ હતુ કે, તે ખતમ થવા જઈ રહયો છે.