Getty Images)

બ્રિટને ફાઇઝર ઇન્ક અને બાયોનેટટેક પાસેથી કોવિડ-19 રસીના 30 મિલિયન ડોઝ અને ફ્રેન્ચ જૂથ વાલ્નેવા પાસેથી કોવિડ-19 રસીના 60 મિલિયન ડોઝ મળી કુલ 90 મિલિયન ડોઝ મેળવવા માટેના કરાર પર હસ્તાક્ષર કર્યા છે. જો આ કોવિડ-19 રસી સલામત, અસરકારક અને યોગ્ય સાબિત થાય તો 40 મિલિયન વધુ ડોઝનો વિકલ્પ છે. આ માટેની નાણાંકીય શરતો જાહેર કરવામાં આવી ન હતી.

ઑક્સફર્ડ યુનિવર્સિટીની ભાગીદારીમાં વિકસિત કરવામાં આવતી સંભવિત રસીના 100 મિલિયન ડોઝ મેળવવા માટે એસ્ટ્રાઝેનેકા સાથે આ અગાઉ સોદો કરવામાં આવેલો છે. COVID-19 સામે કોઈ કાર્યરત રસી હજી સુધી વિકસિત થઇ નથી ત્યારે બ્રિટન પાસે હવે ત્રણ વિવિધ પ્રકારનાં રસીના ઓર્ડર છે અને કુલ 230 મિલિયન ડોઝ સંભવિત રીતે ઉપલબ્ધ બનશે.

સોમવાર તા. 20ના રોજ બિઝનેસ મિનિસ્ટર આલોક શર્માએ જણાવ્યું હતું કે, વિશ્વની અગ્રણી ફાર્માસ્યુટિકલ અને વેક્સીન કંપનીઓ સાથેની આ નવી ભાગીદારીથી યુકેને જરૂર પડે રસી મળી રહેશે. જે જોખમમાં મુકાયેલા લોકોને સુરક્ષિત રાખે છે.

ફાઈઝર અને બાયોએનટેક દ્વારા નિર્મીત રસીનુ ટેસ્ટીંગ શરૂઆતના અને મધ્યમ તબક્કે છે. વાલ્નેવાની સંભવિત રસી હજી પૂર્વ-ક્લિનિકલ ટ્રાયલ્સમાં છે, અને કંપની 2020ના અંત સુધીમાં ક્લિનિકલ ટ્રાયલ્સમાં જવાનું લક્ષ્ય ધરાવે છે. બ્રિટને જેમને રસી આપી ન શકાય તેવા લોકોને બચાવવા એસ્ટ્રાઝેનેકાની કોવિડ-19-નેચરલાઇઝીંગ એન્ટિબોડીઝ ધરાવતી સારવાર સુરક્ષિત રાખી હતી.