સ્પાઇસજેટની ખાસ ફ્લાઇટ મારફત મંગળવારે દિલ્હી એરપોર્ટ પર કોરોના વેક્સિનનો પ્રથમ સ્ટોક આવ્યો હતો. (PTI Photo)

ભારતમાં મંગળવારે 13 શહેરોમાં 5.65 મિલિયન વેક્સિન ડોઝની ડિલિવરી કરવામાં આવી હતી. ભારતમાં 16મી જાન્યુઆરીથી રસીકરણ અભિયાન પહેલા ચાર એરલાઇન્સની નવ ફ્લાઇટ મારફત પૂણેથી દેશના જુદા જુદા 13 શહેરોમાં કોરોના વેક્સિનની ડિલિવરી કરવામાં આવી હતી.

દિલ્હી, ચેન્નાઇ, કોલકતા, ગૌહાટી, શિલોંગ, અમદાવાદ, હૈદરાબાદ, વિજયવાડા, ભુવનેશ્વર, પટણા, બેંગલુરુ, લખનૌ અને ચંડીગઢમાં વેક્સિનનો સ્ટોક પહોંચતો કરવામાં આવ્યો હતો.

સરકારે આગામી છથી આઠ મહિનામાં 300 મિલિયન લોકોને રસી આપવાની યોજના બનાવી છે. સૌ પ્રથમ 30 મિલિયન હેલ્થ અને ફ્રન્ટલાઇન વર્કર્સને વેક્સિન મળશે. આ પછી 50 વર્ષથી મોટી ઉંમરના 270 મિલિયન લોકોને વેક્સિન મળશે.