કોવિશીલ્ડ વેક્સિનનું કન્સાઇમેન્ટ નેપાળના કાઠમંડુ શહેરમાં પહોંચ્યું હતું. (PTI Photo)

ભારતે બાંગ્લાદેશ, નેપાળ, ભુતાન અને માલદિવ્સને કોરોના વેક્સિન કોવિશિલ્ડના ડોઝ સપ્લાય કર્યા હતા. ભારતને બાંગ્લાદેશને આશરે બે મિલિયન ડોઝ, નેપાળને એક મિલિયન ડોઝ, ભુતાનને 150,000 ડોઝ અને માલદિવ્સને 100,000 ડોઝ વેક્સિનનો સપ્લાય કરી હતી.

ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકરે શુક્રવારે ટ્વીટર પર જાણકારી આપી હતી કે બાંગ્લાદેશન અને નેપાળને ભારતની વેક્સિનનો સ્ટોક મળી ગયો છે. ભારતને મંગળવારે જાહેરાત કરી હતી કે તે ગ્રાન્ટ આસિસ્ટન્ટ તરીકે આ પડોશી દેશોને વેક્સિન સપ્લાય કરશે. ભારત શ્રીલંકા, અફધાનિસ્તાન અને મોરેશિયલ અને સેશેલ્સને પણ કોવિડશીલ્ડનો સપ્લાય આપશે. વિશ્વના સૌથી મોટા વેક્સિન ઉત્પાદક દેશોમાં ભારતનો સમાવેશ થાય છે અને વિશ્વના વધુને વધુ દેશો ભારતમાંથી સપ્લાય મેળવવા માટે મંત્રણા કરી રહ્યાં છે.

ભારતીય વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું છે કે બાંગ્લાદેશ ભારત પાસેથી વેક્સિન પ્રાપ્ત કરનાર પ્રથમ દેશો પૈકી એક છે. તે ભારતની નેબરહુડ ફર્સ્ટ પોલિસી પ્રત્યે મજબૂત પ્રતિબદ્ધતાને દર્શાવે છે, જેમાં બાંગ્લાદેશનું વિશેષ સ્થાન છે. તે સિવાય નેપાળ પણ ભારત સરકાર તરફથી ભેંટ તરીકે કોવિડ વેક્સિન મેળવનાર દેશોની યાદીમાં સામેલ થઇ ગયું છે.