Indian American convicted in Lumentum insider trading case
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

વડોદરા હાઈપ્રોફાઈલ રેપ કેસમાં જૂનાગઢથી રાજુ ભટ્ટની ધરપકડ કર્યાં બાદ પોલીસે તેની આકરી પુછપરછ કરી હતી. અને બુધવારે રાજુ ભટ્ટને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. પોલીસ તરફથી રાજુ ભટ્ટના 14 દિવસના રિમાન્ડની માગ કરાઈ હતી. પોલીસ તરફથી કોર્ટમાં મુદ્દા રજૂ કરવામાં આવ્યા હતા કે, દુષ્કર્મ કરવામાં આવેલ રૂમમાં સ્પાઈ કેમેરા કોણે ગોઠવ્યા હતા, આ ઉપરાંત સહારા ઈન્ડસ્ટ્રીઝ ડીલ અંગે પણ તપાસ કરવા સાથેના મુદ્દાઓ સાથે 14 દિવસના રિમાન્ડની માગ કરવામાં આવી હતી.

જો કે, આરોપી રાજુ ભટ્ટના વકીલે દલીલ કરી હતી કે, બળાત્કારની વાત નકારી કાઢી છે, તો પછી 14 દિવસના રિમાન્ડની માગ કેમ? સાથે જ તેઓએ કહ્યું કે, દુષ્કર્મના રિકન્સ્ટ્રક્શન કેવી રીતે થઈ શકે? આ ઉપરાંત તેઓએ પોલીસ પર આક્ષેપ કર્યો હતો કે, દુષ્કર્મ પહેલાં સ્પાઈ કેમેરા કોણે લગાવ્યા તેની શું તપાસ કરી છે.

ડોદરા હાઈપ્રોફાઈલ રેપ કેસમાં છેલ્લા અનેક દિવસોથી પોલીસને હફાંવતા રાજુ ભટ્ટની આખરે મંગળવારે જુનાગઢ ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી. પોલીસના સત્તાવાર સૂત્રો મુજબ જાણવા મળ્યું છે કે, ગૌત્રી પોલીસ સ્ટેશનમાં રેપની ફરિયાદ દાખલ થયા બાદ રાજુ ભટ્ટ વડોદરા છોડીને ભાગી ગયો હતો. આ દરમિયાન તે 3 દિવસ સુધી અમદાવાદમાં તો એક દિવસ રાજકોટમાં રોકાયો હતો અને ત્યાંથી અઢી દિવસ જુનાગઢમાં રોકાયા બાદ વેરાવળ જવાની ફિરાકમાં હતો ત્યારે જ પોલીસે તેને ઝડપી પાડ્યો હતો