Valentine's Day Special
પ્રતિકાત્મક તસવીર (istockphoto)

કલગી ઠાકર દલાલ 

બસ થોડા જ સમયમાં વેલેન્ટાઈન વીક શરુ થઇ જશે. વેલેન્ટાઈન ડે ની સાથે જ દરેક જગ્યાએ લાલ અને ગુલાબી રંગ છવાઈ જશે,  પ્રેમનો માહોલ સર્જાઈ જશે. આમ તો પ્રેમ કરવા માટે કોઈ દિવસની રાહ જોવાની જરૂર નથી હોતી. પણ મારા મત  પ્રમાણે પ્રેમનો ઈઝહાર જરૂરી છે એવું યાદ અપાવવા અને મારા જેવા ને વર્ષમાં એક વાર પ્રેમની વાત કરવા માટે જ આ દિવસ થયો હશે! સાચું ને ? આપણે રોજિંદા જીવનમાં એવા આટોપાઈ જઇયે છીએ કે આપણે ભૂલી જતા હોઈએ છીએ કે જીવનમાં પૈસા કમાવવા અને રૂટિન ફોલો કરવા ઉપરાંત આપણે એકબીજા ને પ્રેમનો એહસાસ  આપવો જરૂરી છે. હા, એ એહસાસ તમે રોજ પણ અપાવી શકો છો પણ એ નથી થતું એટલે જ આ દિવસે આ વાત પાર ખાસ મહત્વ આપવામાં આવ્યું છે. સાચું કહું તો દરેક પ્રેમીઓએ અને પતિ-પત્નીએ હંમેશા એકબીજાને ‘આઈ લવ યુ’ કહેતા જ રહેવું જોઈએ.

અને ખાલી કહેવાથી જ નહીં દરેક કપલે એકબીજાને તે એહસાસ કરાવતા રહેવું જોઈએ. આમ કરવાથી જીવન જીવવાની મઝા બે ગણી થઇ જશે. બીજી વાત એક કે આ ઈઝહાર અને એહસાસ તમે કોઈ પણ ઉંમરે કરાવી શકો છો. સાથે ક્યાં સુધી છીએ એની કોને ખબર? બસ, છો એ દરેક પળને વેલેન્ટાઈન બનાવી દો. તો વેલેન્ટાઈન ડે એ આ વાત ના ‘As  a Remainder ‘ જ ગણી શકાય. તમે પણ ખુબ આતુરતાથી રાહ જોઈ રહ્યા હશોને વેલેન્ટાઈન ડે ની. તો આજે આપણે વાત કરીશું કે આ દિવસે તમે કેવી રીતે તૈયાર થઇ શકો?  કયું ડ્રેસિંગ તમને ગમશે?  કેવી એક્સસેસરીઝ સારી લાગશે? તમારું ઘર તમે કેવું ડેકોરેટ કરી શકો વગેરે… હા, તમે પણ તૈયાર થાવ અને ઘરને પણ તૈયાર કરો… આ ઉપરાંત વેસ્ટર્ન દેશોમાં તો વેલેન્ટાઈન ડે સ્પેશ્યલ ફૂડ પણ લોકો બનાવવાનું પસંદ કરે છે. ત્યાંના કૅફેમાં પણ વેલેન્ટાઈન ડે સ્પેશ્યલ મેનુ જોવા મળે છે. આ જ આતો છે કોઈ પણ ત્યોહાર ની ખાસિયત! આ સમયે દરેક જણ પોતાના પાર્ટનરને સ્પેશ્યલ ફીલ કરાવવાનું પસંદ કરે છે. તમે પણ સુંદર રીતે તૈયાર થઈને તમારા વેલેન્ટાઈન ડે ને પૂરો એન્જોય કરો તેવી શુભેચ્છા.

સૌ પ્રથમ વાત કરીયે વેલેન્ટાઈન ડે ના દિવસે પહેરી શકાય તેવા સ્પેશ્યલ આઉટફીટની.  આ દિવસ લાલ અને ગુલાબી રંગને ખાસ મહત્વ આપતો દિવસ છે.

તો શરૂઆત કરીયે લાલ રંગના બોડીકોર્ન ડ્રેસથી. લાલ રંગ પ્રેમનું પ્રતીક ગણાય છે. આ ડ્રેસ બોડીને બરાબર ફિટ આવે છે, તથા તે લાંબો હોવાથી મેચ્યોર લૂક આપે છે. આ પ્રકારના ડ્રેસ સાથે તમે તમારા વાળને ખુલ્લા રાખી શકો છો તથા તેમાં જો ‘બીચ વેવ’ કરશો તો ‘રેડ હોટ’ લાગશો! આ ડ્રેસની સાથે તમે બ્લેક રંગની ક્રોસ બોડી બેગનો ઉપયોગ કરી શકો છો. આ ડ્રેસ જોવામાં જ એટલો આકર્ષક છે કે તેની સાથે તારે સ્મોકી આઈશેડ અને ન્યૂડ લિપસ્ટિક લગાવશો તો કંપ્લીટ લૂક આવશે. તો આ થયો તમારો પહેલો લૂક ઓપ્શન.

  • રેડ ફ્લોઇંગ ડ્રેસ

એ તમારા વેલેન્ટાઈન ડે માટે લૂક ઓપ્શન નંબર ૨ છે. જો આ ડ્રેસ બેકલેસ હશે તો તેમાં તમે ‘સુપર હોટ’ લાગશો. આ પ્રકારના ડ્રેસમાં ફ્લો દેખાય છે. જે તમારા દેખાવને ચાર ચાંદ લગાવશે. આ ડ્રેસ સાથે તમે લાલ રંગની લિપસ્ટિક લગાવશો તો તો કહેવું જ શું! આ ડ્રેસ સાથે તમે બીટઝ ના પર્સનો ઉપયોગ કરી શકો છો.

  • ઓપ્શન નંબર ૩ છે રેડ પોલ્કા ડોટ

જો કઈ ખબર ના પડે તો પોલ્કા ડોટ હંમેશા તમારી મદદ માટે હાજર જ છે. જી હા, ઓલ્ડ ઇસ ગોલ્ડ વાતને આ પોલ્કા ડોટ ડ્રેસ પુરી તવજ્જુ આપે છે. આ પ્રકારના ડ્રેસ સાથે તમે બૂટ્સ પહેરી શકો છો. જેમાં થોડી હીલ્સ હોય તો વધુ સુંદર લાગશે. બુટ અને ગોગલ્સને સફેદ કલરના રાખશો જે તમારા ડ્રેસ ના પોલ્કા ડોટ ને  મેચ કરશે. આ કોમ્બિનેશન ખુબ જ કયુટ લાગે છે. આ પ્રકારના ડ્રેસ સાથે ક્રોસ બોડી બેગ, જે સાઈઝ માં ખુબ નાની હોય છે તે રાખવાથી કયુટનેસમાં વધારો થશે.

  • આગળ વાત કરીયે રેડ ગાઉનની

ગાઉન તો આપણે દરેક ઓકેશનમાં પહેરી શકીયે છીએ. જો વેલેન્ટાઈન ડે પર ખુબ જ ખાસ પ્લાન હોય અને રોમેન્ટિક ડીનર ડેટ હોય તો રેડ ગાઉન ઇસ ઘી ઑપ્શન! આ પ્રકારનો ડ્રેસ તમારી રોમેન્ટિક નાઈટ માટે પરફેક્ટ છે. રેડ ગાઉન માં કોઈ પણ સ્ત્રી ખુબ જ ગોર્જીયસ તથા કલાસિક લાગે છે, આ પ્રકારના ડ્રેસ સાથે તમારા વાળ સ્ટ્રેઈટ રાખશો તો વધુ સુંદર લાગશે. જો લૂકમાં વધારો કરવો હોય તો વાળને તમે ‘વેટ’ લૂક પણ આપી શકો છો. આ પ્રકારના  ડ્રેસ સાથે તમે ન્યુટ્રલ મેક અપ કરીને વધારે શાઇન અને ગ્લો લૂક પર ભાર આપી શકો છો. આ લૂક ‘વન ઓફ થી  બેસ્ટ લૂક’ લાગશે.

લૂક નંબર ૫ માં એવરગ્રીન બ્લૅક ડ્રેસનો સમાવેશ કરી શકાય. આ પહેલાના આર્ટિકલમાં આપણે બ્લૅક ડ્રેસની ઘણી વાતો કરી છે. બ્લૅક ડ્રેસ એવરગ્રીન તથા દરેક ફંકશન કે પાર્ટીને અનુરૂપ લાગે છે. દરેક સ્કિન ટોન પર સૂટ થાય છે. માટે જ દરેક સ્ત્રીના કબાટમાં એક બ્લૅક ડ્રેસ હોવો જરૂરી છે, તથા દરેક પુરુષ પાસે પણ બ્લૅક શર્ટ હોવું જરૂરી છે. આ ડ્રેસની સાથે તમે પોની લઈને સ્લીક લુક આપી શકો છો. તો આ થઇ તમારા લૂક ની વાત.

હવે આગળ વાત કરીયે આ દિવસે કરી શકાય એવા સિમ્પલ ઘરના ડેકોરની. તે વેલેન્ટાઈન ડે હોય કે કોઈ પણ ત્યોહાર હોય, તમારા ઘરના લૂક માં જો તમે થોડો બદલાવ કરતા રહેશો તો તમને ઘર ફ્રેશ તથા એક્સાઈટિંગ  લાગશે. આ વેલેન્ટાઈન ડે પર તો તમારા ઘરને લાલ-ગુલાબી બનાવી જ દેજો. તમારા રોમેન્ટિક ડે પર જો તમે બહાર ડીનર ના કરવા માંગતા હો તો તમે ઘરને સ્પેશ્યલ લૂક આપીને ઘરને વેલેન્ટાઈન ડે સ્પેશ્યલ બનાવી દો. તમારા ઘરના એક ખૂણા માં જો કોઈ લૅમ્પ હોય તો તેનું લૅમ્પશેડ તમે લાલ કે ગુલાબી રંગ નું કરી શકો છો. જ્યાં કઈ ના ખબર પડે ત્યાં ફૂલો હંમેશા તમારી મદદ કરશે, એમાં પણ વેલેન્ટાઈન ડે, તો આ દિવસ નો લાભ ઉઠાવી ને લાલ ગુલાબનો ગુચ્છો ડાઇનિંગટેબલ પર રાખીને આજુ બાજુ કેન્ડલ લાઈટ કરીને રોમેન્ટિક ડિનર કરી શકો છે. આ ઉપરાંત તમારા લિવિંગ રૂમ માં લાલ કે ગુલાબી શાલ જેવું કોઈ થ્રો પણ તમને કોઝી ફીલ આપશે. ઘરમાં સરસ સુગંધ પણ અલગ વાતાવરણ પૂરું પડે છે તો તેને પણ કરી શકો છો.

વેલેન્ટાઈન ડે પર તમારે અને તમારા પાર્ટનરે સાથે મળીને ડીનર રેડી કરી, પોતાના જ ઘરે ડીનર ડેટ તૈયાર કરવાની ફેશન પણ છે. પણ ખુબ સરસ વિચાર છે આ. આમ કરવાથી તમે અને તમારા પાર્ટનર વધુ સમય સાથે રહી શકો છો. અને એકબીજા સાથે કેઝ્યુઅલ વાતો કરીને વધુ સારી રીતે જાણી શકો છો. આમ કરવાથી કપલ્સની કમ્પેટિબિલિટી પણ વધી શકે છે.

દરેક દિવસનું એક ખાસ મહત્વ હોય છે. એમ જ ૧૪ ફેબ્રુઆરી એ વેલેન્ટાઈન ડે શા માટે ઉજવામાં આવે છે તેની પાછળ પણ ખુબ રોમાંચિત ઇતિહાસ છે. એક મત અનુસાર આ વેસ્ટર્ન કન્ટ્રીસ  માટે એક પારંપરિક દિવસ છે. જેમાં પ્રેમ માટે સંત વૅલેન્ટાઈને આ દિવસે પોતાના પ્રાણ આપ્યા હતા.

૧૨૬૦માં સંકલિત થયેલી ‘ઓરિયા ઓફ જૈકોબ્સ ડી વોરાજીન’ નામના પુસ્તકમાં વૅલેન્ટાઇનનું વર્ણન જોવા મળે છે. જે અનુસાર ત્રીજી શતાબ્દીમાં સમ્રાટ ક્લોડિયસના શાસન દરમ્યાન એણે એના રાજ્યના દરેક અધિકારી તથા સૈનિકને લગ્ન કરવા પર પ્રતિબંધ મુક્યો હતો. અને આ ક્રૂર નિર્ણયના વિરોધ પ્રદર્શન માટે સંત વૅલેન્ટાઈને ઘણા અધિકારીઓ તથા સૈનિકોના લગ્ન કરાવ્યા હતા. આ કારણે તેમને ૧૪ ફેબ્રુઆરીએ ફાંસી પર લટકાવવામાં આવ્યા. જે બાદ ૧૪ ફેબ્રુઆરીને વેલેન્ટાઈન ડે તરીકે ઉજવવામાં આવ્યો. આ કારણોસર વેલેન્ટાઈન ડે ખુબ જ સ્પેશ્યલ ડે બની ગયો.

આ દિવસનો ઇતિહાસ તમે એક ગુલાબ આપીને પણ વિશ કરી શકો છો. પ્રેમને દરેક ક્લચરમાં ખાસ મહત્વ આપવામાં આવ્યું છે. પછી તે રાધા-કૃષ્ણ હોય કે હીર-રાંઝા કે પછી સંત વેલેન્ટાઈન. પ્રેમ અમર છે. આપણે માત્ર પ્રેમને મહત્વ એવું જોઈએ તથા તેનો ઈઝહાર કરતા રહેવું જોઈએ. પ્રેમ વગરનું જીવન તે અંધકારમય હોય છે. પ્રેમ એ પાર્ટનર્સની વચ્ચે જ નહિ, માં તથા બાળક, કુદરત પ્રત્યેનો પ્રેમ , દેશપ્રેમ કે પછી તમારો જીવન પ્રત્યે નો પ્રેમ, તમારા જીવનને સ્પેશ્યલ બનાવે છે.તો હંમેશા યાદ રાખો કે, ‘All you need is Love .

LEAVE A REPLY

thirteen + twenty =