સુપ્રીમ કોર્ટે શુક્રવારે જણાવ્યું હતું કે ડ્રસ કેસમાં કેન્દ્ર અને તપાસ એજન્સીઓ આંતરરાષ્ટ્રીય ડ્રગ સિન્ડિકેટની મોટી માછલીઓની ધરપકડ કરતી નથી, પરંતુ ખેડૂત અને બસ સ્ટેન્ડ પર ઊભેલી વ્યક્તિ જેવી નાની માછલીઓને પકડે છે. ખેતરમાંથી અફીણ મળ્યા પછી પાંચ વર્ષ સુધી જેલમાં રહેલા એક આરોપીની જામીન અરજી અંગેની સુનાવણી દરમિયાન સર્વોચ્ચ અદાલતે આ ટીપ્પણી કરી હતી.

કોર્ટે જણાવ્યું હતું કે “અમારે કહેવું જોઈએ કે ભારત સરકાર અને તપાસ એજન્સીઓ મોટી માછલીઓની ધરપકડ કરી રહી નથી. તમે આંતરરાષ્ટ્રીય ડ્રગ સિન્ડિકેટ સામે કાર્યવાહી કેમ નથી કરતા? તેમને પકડવાનો પ્રયાસ કરો. તમે ખેડૂત, કોઈ બસ સ્ટેન્ડ  કે અન્ય સ્થળોએ ઊભેલા વ્યક્તિઓ જેવી માત્ર નાની માછલીઓને જ પકડો છો.

સુપ્રિમ કોર્ટ સાબીરની જામીન અરજી પર સુનાવણી કરી રહી હતી. સાબીર સામે નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસને સાબીરના ખેતરમાંથી અફીણ મળી આવ્યું હતું.

LEAVE A REPLY

7 + 10 =