(ANI Photo)

ગુજરાતમાં 10 જાન્યુઆરીએ વાયબ્રન્ટ સમિટ પહેલા ચાર સપ્તાહમાં આશરે 96 સમજૂતીપત્રો પર હસ્તાક્ષર કર્યા હતા. ગુજરાત સરકારે સોમવારે બીજા કેટલાક એગ્રીમેન્ટ પર પણ હસ્તાક્ષર કર્યા હતા. જેમાં 70 મેગાવોટનો હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્કની સ્થાપના, સ્પેશિયાલિટી કેમિકલ્સ અને રડાર પાર્ટ્સના ઉત્પાદન તથા એક ઇન્સેક્ટિબલ ફોર્મ્યુલેશન પ્લાન્ટ માટેના કરારનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત ડિફેન્સ એક્સેસરિઝ ઉત્પાદન અને વેસ્ટ-ટુ-એનર્જી, વેસ્ટ-ટુ-ઓઈલ, એર પોલ્યુશન પ્રિવેન્શન, એન્ટી બેક્ટેરિયલ પેટન્ટેડ ઇક્વિપમેન્ટ ઉત્પાદન વગેરે માટેના કરાર કરવામાં આવ્યા હતા.છેલ્લા ચાર સપ્તાહમાં 80 MoU પર સહી કરવામાં આવી છે. સોમવારે કુલ 16 કરાર કરવામાં આવ્યા હતા. વાઇબ્રન્ટ ગુજરાત સમિટ આગામી જાન્યુઆરીમાં યોજાવાનું છે. આ સમિટ યોજાય તે અગાઉ જ કુલ 96 MoU કરવામાં આવ્યા છે.