. (Photo by Jack Taylor/Getty Images)

ભારતમાં પ્રત્યાર્પણ કરવાની વિરુદ્ધ કરવામાં આવેલી પોતાની અપીલ પર સુનાવણી દરમિયાન ભાગેડુ લીકરકીંગ વિજય માલ્યાએ કહ્યું સીબીઆઈ અને એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ તેમની સાથે જે કરી રહ્યાં છે, તે અયોગ્ય છે. માલ્યાએ કહ્યું કે હું હાથ જોડીને ભારતીય બેન્કોને કહું છું કે તે પોતાની લોનની 100 ટકા મૂળ રકમ તાત્કાલિક પરત લઈ લે. જોકે કોર્ટે આ મામલા પર ચુકાદો અનામત રાખ્યો છે.

માલ્યાના વકીલ માર્ક સમર્સે ગુરુવારે દલીલ કરતા કહ્યું કે કિંગફિશર એરલાઈને બેન્કોને નફાની જાણી જોઈને ખોટી માહિતી આપી હતી. સુનાવણી દરમિયાન લાર્ડ જસ્ટિસ સ્ટેફન ઈરાવિન અને જસ્ટિસ ઈલિસાબેથ લાઈંગે કહ્યું કે ખૂબ જટિલ મામલા પર વિચારણ કર્યા બાદ બીજી કોઈ તારીખે આ અંગે ચુકાદો આપવામાં આવશે.

માલ્યાને ભારત પ્રત્યાર્પણ કરવાના મામલા પર બે જજની બેન્ચ સુનાવણી કરી રહી છે. માલ્યા હાલ પ્રત્યાર્પણ વોરન્ટને લઈને જામીન પર છે. માલ્યા માટે એ જરૂરી ન હતું કે તે સુનાવણીમાં ભાગ લે છતાં પણ તે કોર્ટમાં હાજર રહ્યાં હતા. માલ્યાના પક્ષ તરફથી એ વાતને ઠુકરાવવામાં આવી રહી છે કે તેમની વિરુદ્ધ છેતરપિંડી અને મની લોન્ડ્રિંગનો મામલો બને છે.