લેસ્ટર ખાતે રહેતા અને મૂળ ભેસદડ (જોડિયા-સૌરાષ્ટ્ર)ના વતની શ્રીમતી વિજ્યાબેન ડાયાભાઇ ચૌહાણ 10 જુલાઈ 2021ને શનિવારે 89 વર્ષની વયે અવસાન પામ્યા હતા. તેઓ BAPS સ્વામિનારાયણ સંસ્થાના સંત પૂજ્ય યોગવિહારી સ્વામીના પૂર્વાશ્રમના ફોઇ હતા.

વિજયાબહેન 1975માં ભારતથી લેસ્ટર આવ્યા હતા અને લેસ્ટર BAPS સત્સંગ મંડળના રસોડા વિભાગમાં સેવા આપી હતી. તેમને બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ, બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ, બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ અને પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજનાં દર્શનનો લાભ મળ્યો હતો. અંતિમ સંસ્કારની વિગતો પછીથી જાહેર કરવામાં આવશે. સંપર્ક: સુરેશભાઇ ચૌહાણ (પુત્ર): 07860 650 488.