અમદાવાદમાં, બુધવાર, 20 ઓગસ્ટ, 2025 ના રોજ, ટોળા દ્વારા તોડફોડની ઘટના બાદ સેવન્થ ડે એડવેન્ટિસ્ટ હાયર સેકન્ડરી સ્કૂલના પરિસરમાં પોલીસ કર્મચારીઓ. (PTI Photo)

અમદાવાદના ખોખરા વિસ્તારની સેવન્થ ડે એડવેન્ટિસ્ટ સ્કૂલમાં નજીવી બાબતમાં ધોરણ-9ના વિદ્યાર્થીએ ધો.10ના વિદ્યાર્થીની ધારદાર હથિયારથી હત્યા કરતાં ચકચાર મચી ગઈ હતી. વિદ્યાર્થીના મૃત્યુના સમાચારથી વાલીઓ અને સ્થાનિક સમુદાયમાં ભારે ગુસ્સો ફેલાયો હતો. લોકોએ એકઠા થઈને શાળામાં ભારે તોડફોડ કરીને સ્કૂલના સ્ટાફ સાથે મારમીટ કરી હતી. મંગળવાર, 19 ઓગસ્ટે વિદ્યાર્થીને છરીના ઘા વાગ્યા હતાં અને મોડી રાત્રે સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.

ગુજરાતના શિક્ષણ પ્રધાન પ્રફુલ્લ પાનશેરિયાએ જણાવ્યું હતું કે શાળાના ધોરણ 9ના વિદ્યાર્થીએ ધોરણ 10 ના વિદ્યાર્થીની હત્યા કરી હતી. સગીર આરોપીની અટકાયત કરાઈ હતી. આ એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે અને સભ્ય સમાજ માટે એક રેડ સિગ્નલ છે. પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે.

મંગળવારે બપોરે શાળા બંધ થવાનો ઘંટ વાગતા જ ધોરણ ૧૦નો વિદ્યાર્થી નયન પોતાની સ્કૂલબેગ લઇને ઘરે જવા નીકળ્યો. તે બિલ્ડિંગમાંથી બહાર નીકળ્યો જ હતો ત્યારે ધોરણ 9નો એક જુનિયર અને બીજા કેટલાક છોકરાઓએ તેને ઘેરી લીધો હતો. શાબ્દિક ઝઘડો ટૂંક સમયમાં શારીરિક ઝઘડો બન્યો હતો. ધોરણ 9ના એક છોકરાએ છરી કાઢી હતી તેના સિનિયર વિદ્યાર્થી પર હુમલો કર્યો અને ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો.

LEAVE A REPLY