1991 બેચના IFS અધિકારી, અનુભવી રાજદ્વારી અને તુર્કીમાં ભારતના રાજદૂત વિરંદર પૌલનું દોઢ વર્ષથી વધુ સમયથી સ્વાસ્થ્ય સમસ્યાઓ સાથેના સંઘર્ષ બાદ દિલ્હીની ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)માં તા. 21ના રોજ અવસાન થયું હતું.

તેઓ પ્રભાવશાળી વ્યાવસાયિક યોગદાન માટે જાણીતા હતા. વિદેશ મંત્રી એસ જયશંકરે પોલના નિધનને ભારતીય વિદેશ સેવા (IFS) માટે “મોટી ખોટ” ગણાવી હતી.

તેઓ તુર્કિયે, કેન્યા, સોમાલિયા, વિદેશ મંત્રાલયમાં અને લંડનમાં ભારતના ડેપ્યુટી હાઈ કમિશનર તરીકે, વોશિંગ્ટન અને વડાપ્રધાન કાર્યાલયમાં ડિરેક્ટર તરીકે અને મોસ્કોમાં સેવા આપી ચૂક્યા હતા.

પૌલે એઈમ્સમાંથી મેડિકલ ડિગ્રી લીધી હતી. તેમના પરિવારમાં પત્ની રશેલિન અને બે પુત્રીઓ છે.

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments