હિન્દી ફિલ્મોના જાણીતા અભિનેતા વિવેક ઓબેરોય સાથે કથિત ત્રણ વ્યક્તિએ રૂ. 1 કરોડ 55 લાખની છેતરપિંડી કરી છે. આ લોકોએ વિવેકને એક કાર્યક્રમમાં રોકાણ કરવાનું કહ્યું હતું અને તેમાં માતબર વળતર આપવાનું વચન આપ્યું હતું. આ ત્રણેય શખ્સે તે નાણાંનો ઉપયોગ પોતાના અંગત વપરાશ માટે કર્યો હતો તેવું કહેવાય છે.
વિવેકના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે અંધેરી (પૂર્વ)માં એમઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ત્રણ વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદીના જણાવ્યા મુજબ, ત્રણ આરોપીમાં એક ફિલ્મ નિર્માતા છે. તેઓ વિવેકના બિઝનેસ ભાગીદારો હતા અને તેમણે વિવેકને કહ્યું હતું કે તે એક કાર્યક્રમના આયોજન માટે અને ફિલ્મ નિર્માણ કંપનીમાં નાણાનું રોકાણ કરે. વિવેકે પ્રોજેક્ટમાં રૂ. 1.55 કરોડનું રોકાણ કર્યું હતું. વિવેકની પત્ની પણ તે કંપનીમાં ભાગીદાર છે. પોલીસે આ કેસમાં તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

19 − fourteen =