(Photo by Daniel Berehulak/Getty Images)

ટ્રોજન હોર્સ સ્કેન્ડલમાં અપમાનિત થયેલા અને કોઈપણ સ્થાનિક સત્તામંડળમાં ફરજ બજાવવા માટે પ્રતિબંધિત કરાયેલા 40 વર્ષીય વહીદ સલીમને ઇંગ્લેન્ડના બીજા સૌથી મોટા પોલીસ દળમાં ડેપ્યુટી પોલીસ અને ક્રાઇમ કમિશનર (પીસીસી)નુ ટોચનું પદ આપવામાં આવ્યું છે. સલીમને વેસ્ટ મિડલેન્ડ્સના પીસીસી ડેવિડ જેમિસન દ્વારા નિયુક્ત કરવામાં આવ્યા છે.

પદને ગેરલાયક ઠેરવવા બદલ 2004માં સ્ટાન્ડર્ડ બોર્ડ દ્વારા કાઉન્સિલમાં બેસવા માટે એક વર્ષનો પ્રતિબંધ મળવનાર સલીમના હાથ નીચે ચિફ કોન્સ્ટેબલે કામ કરવાનુ રહેશે. વૉલ્સોલ કાઉન્સિલની પોપર્ટી માટેની ટેન્ડર પ્રક્રિયામાં હરીફ પાર્ટીની ઓફરની માહિતી તેમણે અન્ય મુસ્લિમ સંગઠનને જણાવી દીધી હતી અને તે સંગઠને ઉંચી ઓફર મૂકી હતી.

બર્મિંગહામની સ્કૂલોમાં કટ્ટરપંથી ઇસ્લામિક વ્યવહાર શરૂ કરવામાં આવે તેવી આશંકા વ્યક્ત કરવા

માં આવી ત્યારે, “ટ્રોજન હોર્સ” કાંડમાં વહીદ સલીમે અગ્રણી ભૂમિકા ભજવી હતી. સલીમને આ પદ કઇ રીતે આપવામાં આવ્યુ તે વિશે પ્રશ્નો ઉભા થયા છે. એકવાર તો તેમણે આત્મહત્યા કરનારની મજાક ઉડાવી હતી અને પછી તેમને માનસિક આરોગ્ય ટ્રસ્ટના ડિરેક્ટર તરીકે પસંદ કરવામાં આવ્યા હતા એમ ધ ટાઇમ્સ દ્વારા કરવામાં આવેલી તપાસમાં બહાર આવ્યું છે.

એક નનામા પત્રમાં લગાયેલા આક્ષેપો બાદ સલીમ “ટ્રોજન હોર્સ” ના મામલામાં ફસાઈ ગયા હતા અને તે પછી તે પાર્ક વ્યૂ સ્કૂલના અધ્યક્ષ બન્યા હતા. સલીમે ઉગ્રવાદને નકારી કાઢી પાછળથી ટ્વિટ કર્યું  હતુ કે “તમામ અહેવાલો પરથી તારણ કાઢ્યું છે કે અમારી શાળાઓમાં કટ્ટરપંથ નથી.” જોકે સરકારી તપાસનું નેતૃત્વ કરનારા પૂર્વ આતંકવાદ વિરોધી વડા પીટર ક્લાર્કે જણાવ્યું હતું કે ‘’તેમને પુરાવા મળ્યા છે કે શાળાઓમાં પ્રભાવ ધરાવતા લોકોએ કટ્ટરવાદી મંતવ્યોનું સમર્થન કર્યું છે. સલીમે “પાર્ક વ્યૂ સ્કૂલના મુસ્લિમ સમુદાય પર ઓફસ્ટેડની ગફલત” હેડીંગ ધરાવતો એક ઑનલાઇન લેખ પણ શેર કર્યો હતો.

સલીમ પોતે વિવિધતાને ટેકો આપવાનો દાવો કરે છે પરંતુ 2017માં જ્યારે પીસીસીના સ્ટ્રેટેજીક બોર્ડમાં હત ત્યારે તેમણે “શું હિન્દુઓ માટે એક નિયમ અને મુસ્લિમો માટે બીજો? મહત્વપૂર્ણ પ્રશ્ન પૂછતો ખૂબ જ રસપ્રદ લેખ. . . !? ” એવુ ટ્વિટ કર્યુ હતુ. તેમણે હિંદુઓ વિશે જે લેખ શેર કર્યો હતો તે “ધ ગાર્ડિયનનો લેખ હતો જે મોટાપ્રમાણમાં વાંચવામાં આવ્યો હતો અને તેમાં રાજકારણમાં ધર્મની ભૂમિકા અંગેના પ્રશ્નો ઉભા કર્યા હતા.”