અમદાવાદમાં 14 ઓક્ટોબરે ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની ભારત-પાકિસ્તાન મેચ પહેલા ક્રિકેટ ચાહકોએ તેમના શરીરને ભારત અને પાકિસ્તાનના રાષ્ટ્રીય ધ્વજના રંગોથી રંગ્યા હતા. (ANI Photo)

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શનિવારે ભારત સામેની મેચ પહેલા પાકિસ્તાનની ટીમનું બુધવારે અમદાવાદમાં આગમન થયું હતું. અમદાવાદ શહેરે પણ ટીમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. ખેલાડીઓનું તેમની હોટલમાં ફૂલોની પાંખડીઓ, ઢોલ નગરા, પરંપરાગત ખેસ અને કલાકારો દ્વારા પરંપરાગત નૃત્ય સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું.

ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઇ મેચ રમાવા જઇ રહી હોય, ત્યારે  ફેન્સનો જુસ્સો આવી હાઇ વૉલ્ટેજ મેચોમાં તો સાતમા આસમાન પર પહોંચી જાય છે. દેશભરમાં ક્રિકેટના ચાહકો 14 ઓક્ટોબરની કાગડોળે રાહ જોઇ રહ્યા છે, કારણ કે આ દિવસે જ ભારત અને પાકિસ્તાન અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેદાન પર આમનેસામને ઉતરશે

ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી અમદાવાદની ITC નર્મદા હોટલમાં રોકાણ કરશે. હોટલ આસપાસ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ગઈકાલે પાકિસ્તાની ટીમ અમદાવાદ આવી પહોંચી હતી. જે હયાત રેજન્સીમાં રોકાણ કરી રહી છે.

શહેર પોલીસ કમિશનર જી એસ મલિક 14 ઓક્ટોબરે ભારત-પાકિસ્તાન વર્લ્ડ કપ ક્રિકેટ મેચ દરમિયાન શહેરને “નો-ડ્રોન ઝોન” જાહેર કર્યું હતું. તેનાથી 14 ઓક્ટોબરના રોજ બંને દેશો વચ્ચે વર્લ્ડ કપ મેચની હાઇ-વોલ્ટેજ મેચ દરમિયાન  ડ્રોન, ક્વોડકોપ્ટર, સંચાલિત એરક્રાફ્ટ, માઇક્રોલાઇટ એરક્રાફ્ટ, હેંગ ગ્લાઇડર્સ, પેરાગ્લાઇડર, પેરામોટર્સ, હોટ એર બલૂન્સ અને પેરાશૂટ પર પ્રતિબંધ મૂકાયો છે.

 

LEAVE A REPLY

13 − 8 =