આઈસીસી વર્લ્ડ કપમાં શનિવારે અમદાવાદમાં ભારત-પાકિસ્તાન વચ્ચે હાઈવોલ્ટેજ ક્રિકેટ જંગ ખેલાશે. આ અગાઉ ગુરુવારે સાંજે ભારતીય ટીમના ખેલાડીઓ અમદાવાદ પહોંચી ગયા હતા. ભારતીય ક્રિકેટર્સ ઉપરાંત કોચ રાહુલ દ્રવિડ અને પસંદગી સમિતિના વડા અજિત અગરકર પણ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા. ભારત અને પાકિસ્તાનના મહામુકાબલાને લઈને દર્શકોમાં ભારે રોમાંચ જોવા મળે છે.

નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ફરતે લોખંડી બદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. બીજીતરફ બુધવારે અમદાવાદ આવી પહોંચેલી પાકિસ્તાનની ટીમે સાંજે મોદી સ્ટેડિયમમાં પ્રેક્ટિસ કરી હતી. ભારત-પાક.ની મેચ પૂર્વે સ્ટેડિયમમાં સંગીતનો રંગારંગ કાર્યક્રમ પણ યોજાશે જેમાં અરિજીત સિંઘ, શંકર મહાદેવન અને સુખવિંદર સિંઘ વગેરે દર્શકોને ડોલાવશે. આ મેચમાં ફિલ્મ સ્ટાર અમિતાભ બચ્ચન, રજનીકાંત, ક્રિકેટર સચિન તેંદુલકર પણ ઉપસ્થિત રહે તેવી સંભાવના છે. આ ત્રણેયને બીસીસીઆઇ તરફથી ગોલ્ડન ટિકિટ આપવામાં આવી છે. આ ઉપરાંત ભારતના ગૃહ પ્રધાન અમિત શાહ પણ મેચ જોવા માટે અમદાવાદ જાય તેવી સંભાવના છે.

LEAVE A REPLY

two × 2 =