વોશિંગ્ટન ડીસીમાં આવેલ ભારતીય એમ્બેસી, રવિવાર, 14 સપ્ટેમ્બર, 2025ના રોજ સવારે 10થી બપોરે 12 સુધી ઇન્ડિયન એમ્બેસી (2107 મેસેચ્યુસેટ્સ એવન્યુ એનડબ્લ્યુ) પરિસર ખાતે બાળકો માટે હિન્દી ગદ્ય અને કવિતા પઠન સ્પર્ધા સાથે હિન્દી દિવસની ઉજવણી કરનાર છે. સ્પર્ધામાં 5થી 9 અને 10થી 16 વર્ષની વયના બાળકો બે શ્રેણીઓમાં ભાગ લઇ શકશે.
બાળકો મહાત્મા ગાંધીના વિચારો, આપણી સંસ્કૃતિ, આપણું ગૌરવ અને ભારતીય શોધ સહિત ભારતના વારસા અને મૂલ્યોને પ્રકાશિત કરતી થીમ્સ પર પોતાનું પ્રવચન આપી શકશે. આ સ્પર્ધામાં બર્મુડા, કોલંબિયા ડિસ્ટ્રિક્ટ, કેન્ટુકી, મેરીલેન્ડ, નોર્થ કેરોલાઇના, વર્જિનિયા અને વેસ્ટ વર્જિનિયામાં રહેતા લોકો માટે ખુલ્લી છે.
રસ ધરાવતા ઉમેદવારોએ બુધવાર, 10 સપ્ટેમ્બર, 2025 સાંજે 5 સુધીમાં ઓનલાઇન નોંધણી કરાવવી આવશ્યક છે. કાર્યક્રમના સમાપન પર, વિજેતાઓને સન્માનિત કરવામાં આવશે. આ પ્રસંગે જોડાયેલા સૌને વિદેશમાં હિન્દી ભાષા અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા બદલ પ્રમાણપત્રો એનાયત કરાશે.
