અમદાવાદમાં સોમવાર, 26મેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રોડ શો કર્યો હતો. (ANI Photo)

ગુજરાતની બે દિવસની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવાર, 26મેએ દાહોદમાં જંગી જનસભાને સંબોધન કરતાં જણાવ્યું હતું કે જે કોઈ આપણી બહેનોના કપાળ પરથી સિંદૂર ભૂંસી નાખવાની હિંમત કરશે તેને ચોક્કસપણે ખતમ કરી દેવામાં આવશે. વડાપ્રધાને પાકિસ્તાન પર આકરા પ્રહારો કરતાં ભારપૂર્વક જણાવ્યું હતું કે તેનો એકમાત્ર ઉદ્દેશ્ય ભારત પ્રત્યે નફરત ફેલાવવાનો અને નુકસાન પહોંચાડવાનો છે, જ્યારે ભારત ગરીબી નાબૂદી અને આર્થિક પ્રગતિના તેના પ્રયાસમાં અડગ છે.

વડાપ્રધાન મોદીએ પાકિસ્તાન સામેના “ઓપરેશન સિંદૂર”ની પ્રશંસા કરી હતી અને તેને માત્ર લશ્કરી કાર્યવાહી નહીં, પરંતુ ભારતના નૈતિકતા અને લાગણીઓની ગહન અભિવ્યક્તિ ગણાવી હતી.

મોદીએ જણાવ્યું હતું કે જે કોઈ આપણી બહેનોના કપાળ પરથી સિંદૂર ભૂંસી નાખવાની હિંમત કરશે તે ચોક્કસ ખતમ થઈ જશે. આતંકવાદીઓએ તેમના સપનામાં પણ કલ્પના નહીં કરી હોય કે મોદી સામે લડવું કેટલું મુશ્કેલ હશે.આ નિર્ણાયક કાર્યવાહી દેશના નાગરિકો દ્વારા તેમને સોંપવામાં આવેલી જવાબદારીની સીધી પરિપૂર્ણતા હતી. તેમણે સશસ્ત્ર દળોની ત્રણેય પાંખોને સંપૂર્ણ સ્વાયત્તતા આપી હતી, જેનાથી તેઓ દાયકાઓથી વૈશ્વિક સ્તરે જોવા મળી નથી તેવી લશ્કરી કાર્યવાહી કરી શકે. વડાપ્રધાને લોકોને મેઇડ ઈન ઇન્ડિયા પ્રોડક્ટ્સ ખરીદવાની પણ અપીલ કરી હતી.

LEAVE A REPLY