(@DKShivakumar via PTI Photo)

કુશ મૈની મોનાકો ગ્રાન્ડ પ્રિકસમાં ફોર્મ્યુલા 2 સ્પ્રિન્ટ રેસ જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યો હતો. તેને શનિવાર, 24 મેના રોજ ટ્રેક પર આ સીમાચિહ્ન હાંસલ કર્યું હતું. મોનાકો ખાતે મૈનીનો વિજય F2 સીઝનનો તેનો પ્રથમ વિજય અને ડેમ્સ લુકાસ ઓઇલ સાથેનો તેમનો પ્રથમ પોડિયમ હતો.

બેંગ્લુરુમાં જન્મેલો કુશ મૈની 24 વર્ષનો રેસિંગ કાર ડ્રાઇવર છે. યુરોપમાં ફ્રાન્સની નજીક આવેલા મોનેકોની મોનેકો ગ્રાં પ્રિ નામની સ્પર્ધા મોટરસ્પોર્ટની દુનિયામાં પ્રતિષ્ઠિત મનાય છે અને એમાં કુશ મૈનીએ ભારતને અનેરું ગૌરવ અપાવ્યું હતું. તેને આ મુશ્કેલ રેસ જીતી લીધી ત્યાર બાદ ભારતીય તિરંગા સાથે રાષ્ટ્રગીતની ધૂન વગાડવામાં આવી હતી

LEAVE A REPLY