ભારતના હેલ્થ પ્રોફેશનલ્સે હાલના કોવિડ-19 રોગચાળા દરમિયાન ખાસ કરીને ઓછી અને મધ્યમ આવકવાળા દેશોમાં સગર્ભા સ્ત્રીઓની સંભાળમાં સુધારો લાવવાના હેતુથી ઑનલાઇન વર્કશોપમાં જોડાઇને નવીનતમ શ્રેણીનો લાભ આપ્યો હતો. આ વેબિનારમાં કોવિડ-19 રોગચાળા દરમિયાન ગર્ભાવસ્થા દરમિયાન અને તે પછી સ્ત્રીઓના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યમાં સુધારણા સંબંધિત સંશોધનની સમજ આપવામાં આવી હતી.

NIMHANS, બેંગલુરુમાં માનસ ચિકિત્સાના વડા, પ્રોફેસર ડૉ. પ્રભા ચંદ્ર અને સીથાપથી ક્લિનિક એન્ડ હોસ્પિટલ, ચેન્નઈના ડિરેક્ટર, સલાહકાર, OBGYN ડો. ઉમા રામ, શનિવારે 3 ઓક્ટોબરના રોજ બપોરે વેબિનારની પેનલમાં જોડાયા હતા. ઉમા રામે વેબિનારનું અધ્યક્ષસ્થાન સંભાળ્યું હતું.

બર્મિંગહામ યુનિવર્સિટી આ વેબિનાર સિરીઝનું આયોજન કરી રહી છે જેમાં યુનિવર્સિટી ઓફ બર્મિંગહામ અને વિશ્વ આરોગ્ય સંગઠન (ડબ્લ્યુએચઓ)ના સહ-નિયામક પ્રોફેસર શકીલા થંગારતીનમ; ડબ્લ્યુએચઓની માતૃત્વ આરોગ્ય ટીમના શ્રીમતી મર્સિડીઝ બોનેટ સેમેનાસ; નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ હેલ્થ રીસર્ચ, ગોલ્ડસ્મિથ્સ કોલેજ, લંડન યુનિવર્સિટીના સબિના સુબ્બા જોડાયા હતા.

આ વેબિનારમાં બે ગર્ભવતી અને એક પ્રસુતા મહિલા શુહેલા (યુકે), માધુરી અને અપર્ણા (ભારત)એ રોગચાળા દરમિયાન ગર્ભાવસ્થાના તેમના અનુભવ વેબિનારમાં જણાવ્યા હતા.