(istockphoto)

વેસ્ટ મિડલેન્ડના 26 જેટલા હિન્દુ સંગઠનો દ્વારા તા. 26 નવેમ્બરના રોજ સાંજે 7-30 કલાકે ઝૂમ પર વિશાળ દીપાવલિ ઉત્સવની ઉજવણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં મુખ્ય મહેમાન તરીકે કાઉન્સેલ જનરલ ઓફ ઇન્ડિયા ડો. શશાંક વિક્રમ અને વેસ્ટ મિડલેન્ડના મેયર એન્ડી સ્ટ્રીટ ઉપસ્થિત રહેનાર છે.

‘દિવાલી 2020: લાઇટ એન્ડ હોપ ઓફ યુનિટી’ના શિષર્ક હેઠળ યોજાનાર આ કાર્યક્રમમાં જોડાવા માટે ઝૂમ મીટીંગ આઇડી 858 1761 5012 ને પાસકોડ Diwali2020 છે.

આ કાર્યક્રમના આયોજનમાં શ્રી રામ મંદિર, વોલસોલ, શ્રી રામ મંદિર, બર્મિંગહામ, શ્રી ગીતા ભવન બર્મિંગહામ, બાલાજી મંદિર ઓલ્ડબરી, શ્રી હિન્દુ મંદિર કોવેન્ટ્રી, શ્રી દુર્ગા ભવન સ્મેથવિક, શ્રી કૃષ્ણ મંદિર ડડલી, શ્રી લક્ષ્મી નારાયણ મંદીર બર્મિંગહામ, શ્રી માતા દા મંદીર ડડલી, શ્રી કૃષ્ણ મંદીર કોવેન્ટ્રી, મહા શિવ શક્તિ મંદીર વિલેનહોલ, શ્રી માંધાતા સમાજ વોલસોલ, શ્રી કૃષ્ણ મંદિર, વેસ્ટ બ્રોમિચ, શ્રી કૃષ્ણ મંદિર, વુલ્વરહેમ્પ્ટન, બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદીર બર્મિંગહામ, ઇસ્કોન બર્મિંગહામ, શ્રી પ્રજાપતિ એસોસિએશન બર્મિંગહામ, શ્રી લોહાણા એસોસિએશન બર્મિંગહામ, હિન્દુ કાઉન્સિલ ઓફ બર્મિંગહામ, ગુજરાતી એસોસિએશન વુલ્વરહેમ્પ્ટન, હિન્દુ ફોરમ (વોલસોલ), શ્રી કૃષ્ણ મંદિર બર્મિંગહામ (બીપીએમ), હિન્દુ સ્વયંસેવક સંઘ વેસ્ટ મિડલેન્ડ્સ, શ્રી પ્રજાપતિ એસોસિએશન વોલસોલ, હિન્દુ સમાજ મંડળ, ડાર્લસ્ટન અને આર્ય સમાજ (વૈદિક મિશન) વેસ્ટ મિડલેન્ડ્સ જોડાયા છે.

વધુ માહિતી માટે સંપર્ક: અશ્વિન પટેલ +44 7973 198032.