REUTERS/Evelyn Hockstein/Pool

નવી દિલ્હીમાં G20 સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પર્યાવરણલક્ષી બાયોફ્યુઅલના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે ગ્લોબલ બાયોફ્યુઅલ એલાયન્સની જાહેરાત કરી હતી. પીએમ મોદીએ દેશોને એલાયન્સમાં સામેલ થવા અને પેટ્રોલ સાથે 20% ઇથેનોલનું મિશ્રણ કરવાનો વૈશ્વિક લક્ષ્ય નિર્ધારિત કરવા હાકલ કરી હતી. 

બાયોફ્યુઅલને પ્રોત્સાહન આપવા માટે વિવિધ સરકારોઆંતરરાષ્ટ્રીય સંસ્થાઓ અને ઉદ્યોગોનું જોડાણ કરવા માટે એલાયન્સની શરૂઆત કરવામાં આવી છે. 

ગ્લોબલ બાયોફ્યુઅલ એલાયન્સની શરૂઆત એ અશ્મિભૂત ઇંધણ પરની નિર્ભરતાને સમાપ્ત કરવાના વૈશ્વિક પ્રયાસમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. કુલ જરૂરિયાતમાંથી આશરે 80 ટકા ક્રૂડ ઓઇલની આયાત કરતાં  ભારત માટે આ એલાયન્સ માત્ર ક્રૂડ ઓઇલની આયાતની કિંમત જ નહીં પરંતુ તેલ અને ગેસ પર તેની નિર્ભરતાને પણ ઘટાડવાની તક આપે છે. 

કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે આ જોડાણથી પ્રદૂષણની સમસ્યાને દૂર કરવામાં મદદ મળશે. બાયોફ્યુઅલ એલાયન્સ આત્મનિર્ભર ભારત માટે જીત છે. તે વાયુ પ્રદૂષણ ઘટાડવામાંનોકરીઓનું સર્જન કરવામાં અને બાયોફ્યુઅલના ઉત્પાદન અને ઉપયોગમાં ભારતને અગ્રેસર બનાવવામાં મદદ કરશે. 2070 સુધી કાર્બન ન્યુટ્રલ કન્ટ્રી બનવાની ભારતના લક્ષ્યાંકને હાંસલ કરવામાં પણ આ એલાયન્સ મદદ કરશે. ભારત 2025 સુધીમાં શેરડી અને કૃષિ કચરામાંથી કાઢવામાં આવતા 20% ઇથેનોલને પેટ્રોલ સાથે ભેળવવાનું લક્ષ્ય ધરાવે છે અને સાથે સાથે ડઝનેક કોમ્પ્રેસ્ડ બાયોગેસ (CBG) પ્લાન્ટ પણ સ્થાપી રહ્યું છે. 

ગ્લોબલ બાયોફ્યુઅલ એલાયન્સ ભારતના હાલના બાયોફ્યુઅલ પ્રોગ્રામને વેગ આપશે. આનાથી ખેડૂતોની આવક વધારવામાંનોકરીઓનું સર્જન કરવામાં અને ભારતીય ઇકોસિસ્ટમના સર્વાંગી વિકાસને વેગ આપવામાં મદદ મળશે. વૈશ્વિક ઇથેનોલ માર્કેટ 2022માં $99.06 બિલિયનથી વધીને 2032 સુધીમાં $162.12 બિલિયન થવાનો અંદાજ છે. 

LEAVE A REPLY

twelve − 10 =