પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

વિશ્વભરમાં ઇલેક્ટ્રિક વ્હિકલ માટે દોડ મચી છે ત્યારે સ્વિત્ઝર્લેન્ડ કથિત રીતે દેશમાં ઇલેક્ટ્રિક વાહનો પર પ્રતિબંધ મૂકવાની યોજના બનાવી રહ્યું છે. ધ ટેલિગ્રાફના અહેવાલ મુજબ, દેશના અધિકારીઓએ એક દરખાસ્ત તૈયાર કરી છે, જે બ્લેકઆઉટ અને વીજળી ગૂલ થતી રોકાણ વીજળીના વપરાશને નિયંત્રિત કરવા માગે છે. જો આવું થશે તો સ્વિત્ઝર્લેન્ડ આવું કરનાર પ્રથમ દેશ બની જશે.

સ્વિટ્ઝર્લૅન્ડ તેની ઉર્જા જરૂરિયાતોને પહોંચી વળવા માટે હાઇડ્રોપાવર પર નિર્ભર છે. દેશની લગભગ 60 ટકા વીજળી હાઇડ્રોપાવરમાંથી આવે છે. જો કે, શિયાળાના મહિનાઓમાં ઉત્પાદન ધીમું પડે છે. દેશ પડોશી ફ્રાન્સ અને જર્મનીમાંથી પણ વીજળીની આયાત કરે છે, જે બંને હવે યુક્રેન યુદ્ધને કારણે બાકીના યુરોપની જેમ ઊર્જા સંકટનો સામનો કરી રહ્યા છે.

સ્વિત્ઝર્લેન્ડ આમ સંભવિત બ્લેકઆઉટ ટાળવાની માટે તૈયારી કરી રહ્યું છે. દરખાસ્ત હેઠળ, દેશ ઇમારતોમાં ઊર્જા વપરાશને નિયંત્રિત કરવાની યોજના ધરાવે છે અને કોન્સર્ટ, થિયેટર પ્રદર્શન અને રમતગમતના કાર્યક્રમો પર પ્રતિબંધ પણ મૂકી શકે છે.જો પરિસ્થિતિ વધુ બગડે છે, તો સ્વિટ્ઝર્લૅન્ડ ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગને ફક્ત આવશ્યક પ્રવાસો સુધી મર્યાદિત કરવા માંગે છે.

આ વખતે રશિયા-યુક્રેન યુદ્ધના કારણે પ્રાકૃતિક ગેસનો સપ્લાય ઓછો થવાના કારણે આ દેશોમાં ઉર્જા ઉત્પાદનમાં ભારે ઘટાડો આવ્યો છે. આ દાયકાઓ બાદ પહેલીવાર થયુ છે જ્યારે આ યુરોપીય દેશોને ઉર્જાની અછતનો સામનો કરવો પડી રહ્યો છે. ફ્રાન્સ પણ અમુક વર્ષોમાં પહેલીવાર પોતાની જરૂરિયાતોને પૂરી કરવા માટે ઉર્જાની આયાત કરી રહ્યુ છે.

LEAVE A REPLY

2 × 1 =