બાંગ્લાદેશ
December 19, 2025. REUTERS/Abdul Goni

બાંગ્લાદેશમાં ભારત વિરોધી કટ્ટરપંથી નેતા શરીફ ઉસ્માન હાદીના મોતના સમાચાર ફેલાતાની સાથે ગુરુવારની રાત્રે અનેક શહેરોમાં હિંસક વિરોધ પ્રદર્શનો ફાટી નીકળ્યા હતાં. દેખાવકારોએ રાજધાનીમાં દેશના બે અગ્રણી મીડિયા હાઉસ ધ ડેઇલી સ્ટાર અને પ્રોથોમ આલો સહિત અનેક ઇમારતોમાં આગ ચાંપી દીધી હતી અને તેમાં કર્મચારીઓ ફસાયાં હતાં. દેખાવકારોએ અવામી લીગના એક કાર્યાલયને પણ આગ ચાંપી દીધી હતી. એક ટોળું ચટગાંવમાં ભારતીય હાઈ કમિશનના કાર્યાલય બહાર એકઠું થયું હતું અને ઓફિસ પર પથ્થરમારો કર્યો હતો.

હિંસામાં હિન્દુઓને પણ નિશાન બનાવાયા હતા. એક હિન્દુને જીવતો સળગાવી દેવામાં આવ્યો હોવાના પણ અહેવાલ મળ્યાં હતાં.

ભારત વિરોધી નિવેદનો માટે જાણીતા 32 વર્ષીય હાદી બાંગ્લાદેશના 2024ના વિદ્યાર્થી બળવા દરમિયાન સમાચારોમાં ચમક્યો હતો. વિદ્યાર્થીઓના આ બળવામાં ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને પદભ્રષ્ટ કરાયાં હતાં અને તેઓ ભાગીને ભારત આવી ગયા હતાં. ઇન્કલાબ મંચ પ્લેટફોર્મના પ્રવક્તા અને સામાન્ય ચૂંટણીમાં ઉમેદવારની ગયા શુક્રવારે ઢાકામાં ચૂંટણી પ્રચાર શરૂ કરતી વખતે માસ્ક પહેરેલા હુમલાખોરોએ તેમના માથામાં ગોળી મારી હતી અને સિંગાપોરની એક હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું.

તેમના મૃત્યુના સમાચાર મળતાં જ હજારો દેખાવકારો ઢાકા અને અન્ય શહેરોની શેરીઓમાં ઉતરી આવ્યાં હતાં અને હત્યારાઓની ધરપકડ કરવાની માગમી કરી હતી. ઉશ્કેરાયેલા દેખાવકારોએ દેશના બે મોટા અખબારો ‘પ્રથમ આલો’ અને ‘ડેઇલી સ્ટાર’ની ઓફિસોમાં તોડફોડ કરી આગ લગાવી દીધી હતી, જ્યારે રાજશાહીમાં અવામી લીગના કાર્યાલયને પણ આગને હવાલે કરી દીધું હતું. દેશમાં વણસી રહેલી સ્થિતિને જોતાં વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી. ઉપદ્રવીઓએ સૌથી પહેલા કરવાન બજારમાં આવેલી ‘પ્રથમ આલો‘ની ઓફિસ પર હુમલો કર્યો, જ્યાં ફર્નિચર અને દસ્તાવેજોને બહાર ફેંકીને આગ લગાવી દેવાઈ. ત્યારબાદ ‘ડેઇલી સ્ટાર’ની ઓફિસને પણ નિશાન બનાવી આગ ચાંપી દીધહતી.

LEAVE A REPLY