ઓસ્કાર 2022 એવોર્ડ સમારંભમાં પ્રખ્યાત અભિનેતા વિલ સ્મિથે પ્રેઝેન્ટર ક્રિસ રોકને લાફો મારી દેતા સન્નાટો છવાયો હતો. 2022. REUTERS/Brian Snyder/File Photo

ઓસ્કાર 2022 એવોર્ડ સમારંભમાં પ્રખ્યાત અભિનેતા વિલ સ્મિથે પ્રેઝેન્ટર ક્રિસ રોકને લાફો મારી દેતા સન્નાટો છવાયો હતો.પ્રેઝેન્ટર ક્રિસ રોકે વિલ સ્મિથની પત્નીના વાળ વિશે મજાક ઉડાવી હતી, જેના પર વિલ સ્મિથ ગુસ્સે ભરાયો હતો. તે ઊભો થયો અને સ્ટેજ પર ગયો હતો. જે બાદ ક્રિસ રોકને લાફો મારી દીધો હતો.

ક્રિસ રોકે ફિલ્મ જી આઇ જેનીને લઇને વિલ સ્મિથની પત્ની જેડા પિંકેટ સ્મિથની મજાક ઉડાવી હતી. જેડાની ટાલ અંગે મજાક કરતાં તેમણે કહ્યું કે, જેડા જી આઇ જેનીની રાહ જોઈ શકતી નથી. કારણ કે ફિલ્મમાં લીડ એક્ટ્રેસનો લુક બાલ્ડ હતો. જ્યારે જેડાએ એલોપેસીયા નામની બીમારીને કારણે તેને દૂર કર્યા છે. વિલને તેની પત્નીની આ રીતે મજાક ઉડાવવાનું પસંદ ન આવ્યું અને તેણે શોમાં ક્રિસને લાફો મારીને પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.આ જોઇને દરેકના હોશ ઉડી ગયા હતા. લાફો માર્યા બાદ ક્રિસ રોક થોડીવાર માટે ઉભો રહ્યો હતો. વિલે તેને કહ્યું કે, મારી પત્નીનું નામ તેના મોંમાંથી ફરી ન લેતો અને ક્રિસે જવાબ આપ્યો કે તે નહીં કરે. આની થોડી જ મિનિટોમાં વિલ સ્મિથ અને ક્રિસ રોક ટ્વિટર પર ટ્રેન્ડ કરવા લાગ્યા. બંનેને લઈને ઘણી ચર્ચાઓ ચાલી રહી છે.