પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

વિશ્વની ચારમાંની એક અને લોકપ્રિય ટેનિસ ગ્રાંડ સ્લેમ ટુર્નામેન્ટ વિમ્બલ્ડનનો લંડનમાં આ સપ્તાહથી આરંભ થયો હતો ત્યારે આ વર્ષે ભારત તરફથી સિંગલ્સના મુખ્ય રાઉન્ડમાં એક પણ ભારતીય ખેલાડી સ્પર્ધામાં નથી. રામકુમાર રામનાથન અને યુકી ભાંબ્રી ક્વોલિફિકેશન રાઉન્ડમાં જ પહેલા મુકાબલામાં હારી જતાં બહાર નિકળી ગયા હતા. હવે મુખ્ય સ્પર્ધામાં ભારતની પીઢ સ્પર્ધક, સાનિયા મિર્ઝા મહિલા ડબલ્સમાં તેની ચેક પાર્ટનર લુસી રાડેકા સાથે રમવાની છે. તો પુરૂષોની ડબલ્સની સ્પર્ધામાં રામકુમાર અને તેનો પાર્ટનર, બોસ્નીઆ – હર્ઝેગોવિનાનો ટોમિસ્લાવ બિકિક રમશે.

મિકસ્ડ ડબલ્સના ડ્રો બુધવારે જાહેર થવાના છે. ભારતના એક મોખરાના ખેલાડી, રોહન બોપન્નાએ આ વર્ષે વિમ્બલ્ડનમાં ભાગ નહીં લેવાનો નિર્ણય લીધો હતો.