વિદેશ મંત્રાલયે બુધવારે લોકસભાને જણાવ્યું કે, કુલ 72 ભારતીય, જેમના પર નાણાંકીય અનિયમિતતા અને છેતરપિંડીનો આરોપ છે, તમામ વિદેશમાં છે અને દેશમાં પરત લાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ, આ આંકડા વર્ષ 2015 પછીના છે અને આરોપીઓની વિરુદ્ધ તપાસ ચાલી રહી છે.

વિદેશ મંત્રાલયે વિવિધ તપાસ એજન્સીઓ પાસેથી પ્રાપ્ત થયેલી માહિતીના આધારે લોકસભામાં આ જાણકારી આપી છે.
લોકસભામાં એક જવાબમાં વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, આરોપીઓની વિરુદ્ધ લુક આઉટ સર્કુલર, રેડ કોર્નર નોટિસ અને સંબંધિત દેશોને પ્રત્યાર્પણની અપીલ કરવામાં આવી છે. જરૂરી કેસમાં ફ્યુજિટિવ ઈકોનોમિક ઓફેન્ડર્સ એક્ટ-2018 હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવી છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, અનેક કેસમાં આરોપીઓના પ્રત્યાર્પણના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે પરંતુ આ પ્રક્રિયા કાયદાકીય રીતે જટિલ હોય છે.

સરકારે જણાવ્યું કે, છેતરપિંડી કરીને દેશમાંથી ફરાર થઈ જનારા આરોપીઓમાં પુષ્પેષ બૈદ, આશીષ જોબનપુત્રા, વિજય માલ્યા, સન્ની કાલરા, સંજય કાલરા, એસકે કાલરા, વર્ષા કાલરા, જતિન મેહતા, ઉમેશ પારેખ, કમલેશ પારેખ, નિલેશ પારેખ, એકલવ્ય ગર્ગ, વિનય મિત્તલ, નીરવ મોદી, નીશાલ મોદીના નામ સામેલ છે.આ ઉપરાંત મેહુલ ચોક્સી, સબ્ય સેઠ, રાજીવ ગોયલ, અલ્કા ગોયલ, લલિત મોદી, નિતિન જયંતીલાલ સાંદેસરા, દીપ્તીબેન ચેતન કુમાર સાંદેસરા, રિતેશ જૈન, હિતેશ એન પટેલ, મયૂરી બેન પટેલ અને પ્રીતિ જોબનપુત્રાના નામ પણ સામેલ છે.