વેસ્ટ મિડલેન્ડ્સના મેયર એન્ડી સ્ટ્રીટે જણાવ્યું હતું કે “સરકારે વુલ્વરહેમ્પ્ટન કાઉન્સિલની વિનંતીને પગલે સખત કોવિડ-19 પ્રતિબંધો લગાવીને વુલ્વરહેમ્પ્ટન પર વધારાના સ્થાનિક પ્રતિબંધોનુ વિસ્તરણ કરી વુલ્વરહેમ્પ્ટનમાં પણ ઘરો અને બગીચાઓમાં લોકોવને હળવા મળવા પર પ્રતિબંધ લાદ્યો છે. આ ખૂબ સ્પષ્ટપણે દર્શાવે છે કે વાયરસ સામેની લડત ચાલુ રાખવા માટે આ ક્ષેત્રના દરેક નાગરિકોએ પોતાનાથી બનતા બધા જ પ્રયાસ કરવાનું ચાલુ રાખવું જોઈએ. આ એકમાત્ર રસ્તો છે જેથી આપણે કોરોનાવાયરસને પરાજિત કરી શકીએ છીએ જેથી બાળકો શાળાએ અને લોકો નોકરી પર પાછા ફરી શકે.’’