ઓસ્ટ્રેલિયાના બ્રિસમેનમાં 24 સપ્ટેમ્બર 2020ના રોજ ઓસ્ટ્રેલિયા અને ન્યુઝિલેન્ડ વચ્ચે રમાયેલી ક્રિકેટ મેચની ફાઇલ તસવીર (Photo by Jono Searle/Getty Images)

ભારતીય ક્રિકેટ બોર્ડની મહત્ત્વની આઈપીએલ ટી-20 લીગ હવે પૂર્ણ થવાના આરે છે, ત્યારે બોર્ડે મહિલાઓની ટી-20 ચેલેન્જ ટુર્નામેન્ટનો કાર્યક્રમ રવિવારે જાહેર કર્યો હતો. એ મુજબ ત્રણ ટીમ્સની આ સ્પર્ધામાં ત્રણે ટીમ્સ એકબીજા સામે એક-એક મેચ રમશે અને પછી ફાઈનલ રમાશે. લીગ સ્ટેજની મેચ 4, 5 અને 7 નવેમ્બરે અન પછી ફાઈનલ 9 નવેમ્બરે રમાશે.

ત્રણ ટીમોમાં સુપરનોવાઝની સુકાની હરમનપ્રિત કૌર, ટ્રેઈલબ્લેઝર્સની સુકાની સ્મૃતિ મંધાના અને વેલોસિટીની સુકાની મિતાલી રાજ રહેશે. ભારત ઉપરાંત ઈંગ્લેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ, સાઉથ આફ્રિકા, ન્યૂઝિલેન્ડ, શ્રીલંકા તથા બંગલાદેશની મહિલા ક્રિકેટર્સ આ ત્રણે ટીમમાંથી રમશે. દરેક ટીમમાં 15 ખેલાડી રહેશે. એક ખેલાડી થાઈલેન્ડની પણ છે.