Getty Images)

વિશ્વમાં કોરોનાવાયરસથી અત્યારસુધી 1 કરોડ 23 લાખ 86 હજાર 274 લોકો સંક્રમિત થઇ ચૂક્યા છે. તેમાંથી 71 લાખ 86 હજાર 901 લોકો સ્વસ્થ થયા છે. અત્યારસુધી 5 લાખ 53 હજાર 451ના મોત થયા છે. સિંગાપોરમાં શુક્રવારે સામાન્ય ચૂંટણી માટે વોટિંગ થયું હતું. વોટિંગ માટે આવનારા દરેકને માસ્ક પહેરવું ફરજિયાત હતું. પોલિંગ બુથ પર સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરાવવામા આવ્યું. વિપક્ષની પાર્ટીઓએ વડાપ્રધાન લી સેન લુંગ દ્વારા ચૂંટણી કરાવવાના નિર્ણય પર સવાલો ઉભા કર્યા હતા.

જોકે તેમ છતા સરકારે નિર્ણય બદલ્યો ન હતો.હોંગકોંગમાં શુક્રવારથી દરેક સ્કૂલ બંધ કરવામા આવી છે. અહીં ફરી કમ્યુનિટી આઉટબ્રેકનો ખતરો વધી ગયો છે. આ વાતને ધ્યાનમાં રાખીને સ્કૂલ બંધ રાખવાનો નિર્ણય લેવામા આવ્યો છે. ગુરૂવારે અહીં 42 નવા કેસ સામે આવ્યા હતા. જાન્યુઆરીથી અત્યારસુધી અહીં 1 હજાર 366 કેસ નોંધાયા છે જ્યારે 7 લોકોના મોત થયા છે.

મેક્સિકોમાં સરકારે રાજધાની ન્યૂ મેક્સિકો સિટીના દરેક રેસ્તરાંની અંદર લોકોના બેસવા પર પાબંદી લગાવી છે. જોકે લોકો બહાર બેસીને ભોજન કરી શકશે. ગવર્નર મિશેલ લ્યૂજન ગ્રિશમે કહ્યું કે રાજ્યમાં કોરોનાના કેસ વધી રહ્યા છે તેથી આ નિર્ણય લેવામા આવ્યો છે. રાજ્યમાં દરેક જગ્યાએ સોશિલય ડિસ્ટન્સિંગનું પાલન કરવું જરૂરી છે. લોકો ફેસ શીલ્ડ અને માસ્ક લગાવીને જિમ જઇ શકશે. ગુરૂવારે અહીં 6 હજારથી વધુ કેસ નોંધાયા હતા.