Getty Images)

વિશ્વભરમાં કોરોના વાઈરસના અત્યાર સુધીમાં 77 લાખ 32 હજાર 952 કેસ નોંધાયા છે. જેમાં 4.28 લાખ લોકોના મોત થયા છે. 39 લાખ 56 હજાર 299 લોકોને સારવાર પછી રજા અપાઈ છે. ચીનની રાજધાની બેઈજિંગના ઘણા ભાગમાં શનિવાર સવારથી લોકડાઉન લાગુ કરાયું છે. અહીં તાજેતરમાં સંક્રમણના કેસ નોંધાયા બાદ આ પગલું ભરાયું છે. ચીનમાં કુલ 83 હજાર 75 કેસ નોંધાયા છે અને 4634 લોકોના મોત થયા છે. ચીનમાં હાલ 74 એક્ટિવ કેસ છે. આમ છતા તેઓ સંક્રમણની બાબતને લઈને ગંભીર છે.

બ્રાઝીલમાં 8 લાખ 29 હજાર 902 કેસ નોંધાયા છે અને 41 હજાર 901 લોકોના મોત થયા છે. બ્રિટનમાં 41 હજાર 481 લોકોના મોત થયા છે અને 2 લાખ 92 હજાર 950 પોઝિટિવ કેસ નોંધાયા છે. મોતની બાબતમાં વિશ્વમાં અમેરિકા પછી બ્રાઝીલ બીજા નંબરે આવી ગયું છે. શુક્રવારે અહીં 843 લોકોના મોત થયા છે. અમેરિકામાં અત્યાર સુધીમાં 21 લાખ 17 હજાર કેસ નોંધાયા છે. જેમા 1 લાખ 16 હજાર 825 લોકોના મોત થયા છે. 8.42 લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે.

અમેરિકામાં શુક્રવારે 9618 કેસ નોંધાયા છે અને 308 લોકોના મોત થયા છે. મીડિયા રિપોર્ટમાં કહેવાયું છે કે અશ્વેત નાગરિક જ્યોર્જ ફ્લોયડના મોત પછી થયેલા પ્રદર્શનના કારણે અમેરિકામાં સંક્રમણનું જોખમ વધ્યું છે. જો કે તરફથી આ વિશે કોઈ જાણકારી આપવામાં આવી નથી. અમેરિકામાં હેલ્થ મંત્રાલયના અધિકારી જે બટલરે શુક્રવારે કહ્યું કે જો કોરોનાના કેસ આવી રીતે જ વધતા રહ્યા તો તેને રોકવા માટે એ ઉપાય કરવા પડશે

જે માર્ચમાં કર્યા હતા. હજુ અમે હજું કોઈ પરીણામ ઉપર પહોંચ્યા નથી, પરંતુ વિકલ્પ ખુલા છે. ફ્રાન્સ સરકાર 15 જૂનથી અમુક યાત્રા પરથી પ્રતિબંધો હટાવશે. આ જાણકારી ગૃહ મંત્રી ક્રિસ્ટોફી કાસ્ટનરે આપી હતી. અંડોરા, આઈસલેન્ડ, મોનાકો, નોર્વે, સૈન મરીનો અને સ્વિત્ઝરલેન્ડથી લોકો અવર-જવર કરી શકશે. આ દેશમાંથી આવનારે ક્વોરન્ટિન પણ રહેવું પડશે નહીં. સ્પેન અને બ્રિટન માટે કડક પ્રતિબંધો હાલ યથાવત રહેશે. સ્પેનથી આવનાર વ્યક્તિએ 14 દિવસ ક્વોરન્ટિન રહેવું પડશે.