Getty Images)

વિશ્વમાં કોરોનાવાઈરસના કારણે અત્યાર સુધીમાં 4 લાખ 5 હજાર 272 લોકોના મોત થયા છે. જ્યારે સંક્રમિતોનો આંકડો 70 લાખ 85 હજાર 702 થયો છે. જોકે અત્યાર સુધીમાં 34 લાખ 59 હજાર 830 લોકો સ્વસ્થ થઈ ચૂક્યા છે. અમેરિકામાં ટ્રમ્પ સરકાર બે બાજુ સંઘર્ષ કરતી જોવા મળી રહી છે. અહીં સક્રમિતોનો આંકડો 20 લાખને વટાવી ગયો છે. જે વિશ્વમાં સૌથી વધુ છે.

ન્યુયોર્ક રાજ્ય અને ન્યુયોર્ક શહેર સૌથી વધુ પ્રભાવિત છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે કહ્યું હતું કે અહીં કેસની સંખ્યા એટલા માટે વધારે છે કારણ કે અહીં ટેસ્ટ વધુ થઈ રહ્યાં છે. બીજી તરફ અશ્વેત નાગરિક જોર્જ ફ્લોયડનું પોલીસના હાથે મૃત્યુ થવાને કારણે થઈ રહેલા દેખાવોના પગલે સરકારની ચિંતા વધી ગઈ છે. અહીં લોકો માસ્ક તો પહેરે છે પરંતુ સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરી રહ્યાં નથી.

બ્રાઝિલમા રવિવારે 904 લોકોના મોત થયા છે. તેની સાથે જ મૃત્યુ પામનારાઓનો આંકડો 36 હજારથી વધુ થઈ ગયો છે. આ દક્ષિણ અમેરિકાના દેશમાં સરકારની વિરુદ્ધ પણ લોકોનો ગુસ્સો વધી રહ્યો છે. સીએનએનના એક રિપોર્ટ મુજબ બ્રાઝીલ સરકારે 4 જૂન બાદ મહામારી અંગે વિગતે કોઈ માહિતી આપી નથી. હાલ એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે સરકાર દેશ અને વિશ્વથી માહિતી છુપાવી રહી છે.

અહીં એક પૂર્વ જજ અને મીડિયાએ આ મામલામાં સરકારનો વિરોધ કર્યો છે.મેક્સિકોમાં 24 કલાક દરમિયાન વધુ 188 લોકોના મોત થયા છે. મૃત્યુ પામનારાઓનો આંકડો હવે 13 હજાર 699 થયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે રવિવારે જણાવ્યું કે દેશમાં આ દરમિયાન સંક્રમણના 3484 નવા કેસ નોંધાયા છે. કુલ સંક્રમિતો સંખ્યા 1 લાખ 17 હજાર 103 થઈ છે. અહીં 19 હજાર 629 એક્ટિવ કેસ છે.