(ANI Photo)

મહારાષ્ટ્ર પોલીસે બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનને તેના જીવન માટે સામે સંભવિત જોખમોને ધ્યાનમાં રાખીને Y+ સુરક્ષા કવચ પૂરું પાડ્યું છે, એમ એક અધિકારીએ સોમવારે જણાવ્યું હતું. Y+ સુરક્ષા કવરમાં છ કમાન્ડો સહિત 11 સુરક્ષા કર્મચારીઓ અને પોલીસ એસ્કોર્ટ વાહનનો સમાવેશ થાય છે.

અધિકારીએ જણાવ્યું કે 57 વર્ષના શાહરુખને તેની નવી ફિલ્મ “જવાન”ની રિલીઝ પછી ધમકીઓ મળી રહી છે. આ સુરક્ષા કવચ ચુકવણીના આધારે આપવામાં આવે છે. ખાને તેમની સુરક્ષા માટે ચૂકવણી કરવી પડશે.  અધિકારીએ જણાવ્યું હતું કે ખાનની સુરક્ષા વધારવાનો નિર્ણય ગયા અઠવાડિયે ઉચ્ચ સત્તા ધરાવતી સમિતિની બેઠકમાં લેવામાં આવ્યો હતો. ગયા વર્ષે શાહરુખ ખાનની ફિલ્મ “પઠાણ”ના ગીત “બેશરમ રંગ” પર વિવાદ થયો હતો. 2010માં શાહરુખ ખાનને તેની ફિલ્મ “માય નેમ ઇઝ ખાન” ની રિલીઝ પર ધમકીઓ મળ્યા બાદ તેની સુરક્ષા વધારી દેવામાં આવી હતી.

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments