If consensual sex does not lead to marriage, it is not rape: Karnataka High Court

જસ્ટિન બીબરના શોના ટિકિટ કૌભાંડમાં સંડોવાયેલી વૉલસોલની 29 વર્ષની ઝેનબ પરવેઝે, તેના એમ્પ્લોયર ગ્રીન મોશન નામની વેન ભાડે આપનાર ફર્મમાંથી £30,753ના રીફંડ સ્કેમ દ્વારા ચોરી કરી હોવાનો આરોપ સ્વીકાર્યો છે. ઝેનબે પોતાના ગુનાઓમાં પોલીસની સંડોવણીને ટાળવા ચોરેલી રકમ પરત ચૂકવવાની કોશિશ કરી હતી, એવો દાવો કરવામાં આવ્યો છે. તેણી બુધવાર તા. 12 મે ના રોજ બર્મિંગહામ ક્રાઉન કોર્ટમાં હાજર થતા સસ્પેન્ડેડ જેલની સજાનો ભંગ કરવા બદલ દોષી ઠેરવવામાં આવી હતી.

2015 અને 2016માં તેણીએ જસ્ટિન બીબરના ચાહકો સહિત હજારો લોકોને નકલી ટિકિટો વેચવાના  કૌભાંડના 16 આરોપમાં તેને દોષિત ઠેરવવામાં આવી હતી અને જજે તેને બે વર્ષની સસ્પેન્ડેડ સજા કરી હતી. શેલ્ફિલ્ડના સ્વાન પૂલ ગ્રોવની પરવેઝને જામીન મળ્યા હતા.