ANI_20210124216

બોલિવૂડની પીઢ અભિનેત્રી ઝીનત અમાન ફરાઝ આરિફ અન્સારી દ્વારા નિર્દેશિત ફિલ્મ બન ટિક્કી સાથે પુનરાગમન કરવા માટે તૈયાર છે. આ પ્રોજેક્ટમાં સત્યમ શિવમ સુંદરમની આ અભિનેત્રી અન્ય દિગ્ગજ અભિનેત્રી શબાના આઝમી અને અભય દેઓલ સાથે સ્ક્રીન શેર કરશે.

આ ખુશીના સમાચાર શેર કરતા આ ફિલ્મનું નિર્માણ કરી રહેલા મનીષ મલ્હોત્રા જણાવ્યું હતું કે ધ ગ્રેટ શબાના આઝમી અને ઝીનત અમાન બંનેનો હું ખૂબ જ મોટો ચાહક રહ્યો છું. તેમની ફિલ્મોથી લઈને તેમના ગીતોથી લઈને તેમના કપડાં સુધી તેઓ એકબીજાથી ઘણા અલગ છે, પરંતુ બંનેની યાદગાર મૂવીઝ અને સિનેમાની ક્ષણો આપણને બધાને ગમે છે.

તેમણે જણાવ્યું હતું કે બન ટિક્કી ફરાઝ આરીફ અન્સારી દ્વારા લખાયેલ અને દિગ્દર્શિત એક સંવેદનશીલ ફિલ્મ છે અને તેમની સાથે અભય દેઓલ છે. આ મહિને શૂટિંગ શરૂ થશે અને અમે બધા આ અનોખી ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત છીએ.

LEAVE A REPLY