Vol. 3 No. 266 About   |   Contact   |   Advertise 22nd September 2021


‘ ’
 
 
  News :       ગરવી ગુજરાત વિશેષ
વેક્સિન વિવાદમાં ભારતની વળતાં પગલાંની યુકેને ચીમકી

ભારતની કોરોના વેક્સિન ‘કોવિશિલ્ડ’ને માન્ય નહીં રાખવાના યુકે સરકારના નિર્ણયને ભેદભાવપૂર્ણ ગણાવતા ભારતે જણાવ્યું હતું કે આ મુદ્દાનો ઉકેલ નહીં આવે તો ભારતને વળતાં પગલાં લેવાનો અધિકાર છે. વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રીંગલાએ જણાવ્યું હતું કે યુકે સરકારના આ નિર્ણયથી ભારતના નાગરિકોને બ્રિટનનો પ્રવાસ કરવામાં અસર થશે.

Read More...
બ્રિટિશ કેબિનેટમાં ફેરબદલ: ઋષિ સુનક અને પ્રી‌તિ પટેલે ટોચનાં હોદ્દા જાળવી રાખ્યા

વડા પ્રધાન બોરિસ જૉન્સને બુધવારે તા. 15ના રોજ તેમના બે વરિષ્ઠ કેબિનેટ મિનિસ્ટર ઋષિ સુનકને ચાન્સેલર અને પ્રીતિ પટેલને હોમ સેક્રેટરી તરીકેના તેમના હોદ્દા પર જાળવી રાખવા સાથે તેમની ટોચની ટીમમાં ફેરબદલ કર્યો હતો.

Read More...
ઝુંબેશ પછી વોટફોર્ડમાં હિન્દુ મંદિરની લીઝમાં વધારો કરાયો

વૉટફર્ડના વુડસાઇડ પ્લેઇંગ ફિલ્ડની ભૂતપૂર્વ બૉલ્સ ક્લબ ખાતે આવેલા વોટફર્ડના એક માત્ર હિન્દ મંદિર વેલ મુરુગન મંદિરને બચાવવા માટે 13,379થી વધુ લોકોએ સહી ઝુંબેશને ટેકો આપતાં બંધ થવાની કગાર પર આવી ગયેલા મંદિરને વોટફર્ડ કાઉન્સિલ તરફથી 3 જાન્યુઆરી, 2022 સુધીનું ટૂંકા ગાળાનું લીઝ એક્સટેન્શન આપવામાં આવ્યું છે.

Read More...
ટાઇમ મેગેઝિનના 100 પ્રભાવશાળી લોકોની યાદીમાં પ્રિન્સ હેરી-મેગન મર્કલનો સમાવેશ

બ્રિટનના પ્રિન્સ હેરી અને તેમનાં પત્ની મેગનને બુધવારે ટાઇમ મેગેઝિનના સૌથી પ્રભાવશાળી 100 લોકોના વૈશ્વિક વાર્ષિક અંકના કવર પેજ પર સ્થાન આપવામાં આવ્યું છે.

Read More...
અમેરિકામાં કાયદેસરના ઈમિગ્રંટ્સના સંતાનોને નાગરિકત્વ આપવા સંસદમાં ખરડો

અમેરિકાના કેટલાંક સાંસદોએ દેશની કોંગ્રેસ (સંસદ)માં એવો એક ખરડો રજૂ કર્યો છે જે કાયદાનું સ્વરૂપ લે તો અમેરિકાનું નાગરિકત્વ મેળવવાનું ભારતીયોનું વર્ષોનું સ્વપ્ન સાકાર થઇ શકે છે.

Read More...
વડાપ્રધાન મોદી ક્વાડ શિખરમાં હાજર રહેશે

અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઈડન 24 સપ્ટેમ્બર, શુક્રવારના રોજ વ્હાઈટ હાઉસમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. સોમવારના રોજ જાહેર કરવામાં આવેલા પ્રેસિડન્ટના સાપ્તાહિક કાર્યક્રમમાં આ મુલાકાત વિષે જાણકારી આપવામાં આવી છે.

Read More...
અમેરિકામાં નવેમ્બરથી ભારત સહિત 33 દેશના ફુલ્લી વેક્સિનેટેડ પ્રવાસીઓને પ્રવેશની મંજૂરી આપશે

કોરોના વાઇરસ સામે ફૂલી વેક્સિનેટેડ તમામ હવાઇ મુસાફરો માટે નવેમ્બરથી અમેરિકાના દ્વાર ફરી ખૂલશે. ભારત સહિતના 33 દેશોના ફુલી વેક્સિનેટેડ પ્રવાસીઓ અમેરિકામાં પ્રવેશ કરી શકશે.

Read More...
કેનેડાના વડાપ્રધાન ટ્રુડોએ સત્તા જાળવી પણ બહુમતિથી વેગળા

વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો ત્રીજી મુદત માટે પણ સત્તા ઉપર ટકી રહેશે પરંતુ તેમના પક્ષને અતિ જરૂરી એવી સ્પષ્ટ બહુમતિ મળશે નહીં. જસ્ટિન ટ્રુડોએ તેમની લઘુમતિ સરકાર માટે બહુમતિ મેળવવા ઓગષ્ટમાં જ મધ્યસત્રી ચૂંટણી જાહેર કરી હતી.

Read More...
રશિયાની યુનિવર્સિટીમાં 18 વર્ષના વિદ્યાર્થીના અંધાધૂંધ ફાયરિંગમાં 8ના મોત

રશિયાની પર્મ શહેરની પર્મ સ્ટેટ યુનિવર્સિટીમાં સોમવારે એક વિદ્યાર્થીએ અંધાધૂંધ ગોળીબાર કરતા ઓછામાં 8 વ્યક્તિના મોત થયા હતા અને 10થી વધુ ઘાયલ થયા હતા. હુમલાખોરે પણ પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી હતી, એમ તપાસકર્તાએ જણાવ્યું હતું.

Read More...
ગુજરાતમાં ‘નો રીપીટ’ થિઅરીનો નવો રાજકીય પ્રયોગઃ નવી સરકાર, તમામ નવા ચહેરા

વિરોધ, વિવાદ અને નારાજગીના અહેવાલ વચ્ચે ગુજરાતના નવા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના નવા પ્રધાનમંડળે ગુરુવાર, 16 સપ્ટેમ્બરે બપોરે 1.30 કલાકે શપથ લીધા હતા.

Read More...
પ્રધાનપદ માટે ભારે ખેંચતાણ બાદ ઘીના ઠામમાં ઘી પડી ગયું

ગુજરાતમાં નવા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની નિયુક્ત પછી તેમના પ્રધાનમંડળમાં ભાજપના હાઇકમાન્ડે નો રિપીટ થીયરનો અમલ કરતાં રૂપાણી સરકારના જૂના પ્રધાનો નારાજ થયા હતા અને ભારે ખેંચતાણ ઊભી થઈ હતી.

Read More...
ડ્રગ્સની સૌથી મોટી હેરાફેરીઃ મુન્દ્રા પોર્ટ પરથી રૂા. 20,900 કરોડનું હેરોઇન પકડાયું

ગુજરાતના મુન્દ્રા પોર્ટ પરથી રાજ્યનો અને કદાચ ભારતનો અત્યાર સુધીનો સૌથી મોટો હેરોઇનનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.

Read More...
અમદાવાદમાં વેક્સિનેશન સર્ટિફિકેટ વગર જાહેર સ્થળો-બસોમાં એન્ટ્રી નહીં મળે

અમદાવાદ શહેરમાં વધુને વધુ લોકો કોરોનાની રસી લે તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને શુક્રવારે નવો નિર્ણય જાહેર કર્યો હતો.

Read More...
સૌરાષ્ટ્રમાં પૂરપ્રકોપથી આર્થિક પાયમાલી 400 કરોડના નુકસાનનો અંદાજ

સૌરાષ્ટ્રમાં પુરપ્રકોપને કારણે એક જ દિવસમાં અંદાજે 400 કરોડનું નુકશાન થયું હોવાનો અંદાજ બહાર આવ્યો છે જેમાં જામનગર જિલ્લામાં ખેતીવાડીને સર્વાિધક 150 કરોડની નુકશાની સાથે જિલ્લામાં 250 કરોડનું નુકશાન થયું હોવાનું જાણવા મળે છે.

Read More...

  Sports
આઈપીએલનો પુનઃ આરંભઃ કોલકાતાએ બેંગ્લોરને, ચેન્નાઈએ મુંબઈને હરાવ્યું

રવિવારે દુબઈમાં આઈપીએલ 2021ની અધૂરી સ્પર્ધાનો પુનઃ આરંભ થયો હતો અને પહેલી મેચમાં ચેન્નાઈએ મુંબઈને તથા સોમવારની બીજી મેચમાં કોલકાતાએ બેંગ્લોરને હરાવ્યા હતા.

Read More...
કોહલી વર્લ્ડ કપ પછી ટી-20માં ટીમનું, IPLમાં RCBનું સુકાનીપદ છોડી દેશે

ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ આગામી ટી-20 વર્લ્ડ કપ બાદ ભારતીય ટીમમાં ટી-20 માટે સુકાનીપદ છોડી દેવાની જાહેરાત કરી છે.

Read More...
રવિ શાસ્ત્રીએ ભારતીય ટીમના કોચપદને અલવિદા કહ્યું

ભારતીય ક્રિકેટ ટીમના કોચ રવિ શાસ્ત્રીએ પણ ટી-20 વર્લ્ડકપ પછી કોચપદેથી રાજીનામુ આપવાનો ઈશારો કર્યો છે.

Read More...
હુમલાનું જોખમ, ન્યૂઝિલેન્ડની ટીમે પાકિસ્તાન પ્રવાસ રદ કર્યો

પાકિસ્તાનમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમાવાની શક્યતાઓ ફરી એકવાર ધૂંધળી બની ગઈ છે. 18 વર્ષ પછી ન્યૂઝિલેન્ડની ક્રિકેટ ટીમ વન-ડે અને ટી-20ની સીરીઝ રમવા પાકિસ્તાન ગઈ હતી અને પછી સીરીઝની પહેલી મેચ રમાય તેની ગણતરીની કલાકો પહેલા જ પ્રવાસ રદ કરવાની જાહેરાત કરી પાકિસ્તાનથી રવાના થઈ ગઈ હતી

Read More...
ભારતીય ક્રિકેટ ટીમનો ન્યૂઝિલેન્ડ પ્રવાસ સ્થગિત

ભારતીય ક્રિકેટ બોર્ડે વ્યસ્ત કાર્યક્રમ અને ન્યૂઝિલેન્ડમાં ક્વૉરન્ટાઈનના કડક નિયમોને કારણે ચાલુ વર્ષના અંતમાં ન્યૂઝિલેન્ડનો સૂચિત પ્રવાસ એક વર્ષ માટે સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે.

Read More...
 
THIS WEEK
Click Full Screen
BUY NOW
  Business
ઇન્ડિયા-યુકે વચ્ચે પહેલી નવેમ્બરથી મુક્ત વેપાર કરાર માટે મંત્રણા

ભારત અને બ્રિટનને મુક્ત વેપાર સમજૂતી (FTA) માટે પહેલી નવેમ્બર 2021થી મંત્રણા ચાલુ કરવાની યોજના બનાવી છે. આ સર્વગ્રાહી સમજૂતી પહેલા વહેલાસરના લાભ માટે વચગાળાની અર્લી હાર્વેસ્ટિંગ સમજૂતી કરવામાં આવશે, એમ ભારતના કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી મંત્રાલયે જણાવ્યું હતું.
બંને દેશો આગામી વર્ષના માર્ચ સુધીમાં વચગાળાની વેપાર સમજૂતી કરવા માંગે છે. આ પછી બંને દેશો વચ્ચે સર્વગ્રાહી મુક્ત વેપાર સમજૂતી (FTA) થશે. વચગાળાની સમજૂતીમાં ટોચનું પ્રાધાન્ય ધરાવતી કેટલીક મહત્ત્વની પ્રોડક્ટ્સ અને સર્વિસમાં ટેરિફ અને માર્કેટ એક્સેસ અંગે પ્રારંભિક કન્સેશન આપવાની દરખાસ્ત છે.
કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી પ્રધાન પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે વચગાળાની વેપાર સમજૂતી એફટીએ માટેનું પ્રથમ પગલું છે. આ ભાગીદારીથી બંને દેશોને વિપુલ પ્રમાણમાં વહેલાસરના લાભ થશે.

Read More...
એર ઇન્ડિયાના વેચાણની પ્રક્રિયા અંતિમ તબક્કામાં, ટાટા અને સ્પાઇસજેટ મેદાનમાં

ભારત સરકારની માલિકીની દેવાના ડુંગર હેઠળની એરલાઇન એર ઇન્ડિયાને ખરીદવા માટે ટાટા ગ્રૂપ અને સ્પાઇસજેટના પ્રમોટર અજયસિંહે ફાઇનાન્શિયલ બિડ કર્યા છે. આમ હવે સરકારી એરલાઇનનું ખાનગીકરણ કરવાની પ્રક્રિયા અંતિમ તબક્કામાં પ્રવેશી છે. ટાટા સન્સે તેની 100 ટકા માલિકીની કંપની ટેલેસ પ્રાઇવેટ લિમિટેડ મારફત બિડ કરી છે, જ્યારે અજયસિંહે કેટલાંક ઇન્વેસ્ટમેન્ટ ફંડ્સના સપોર્ટ સાથે વ્યક્તિગત ક્ષમતાએ બિડ કરી છે.
ખાનગીકરણ પ્રક્રિયાના ભાગરૂપે માટે આ ફાઇનાન્શિયલ બિડ મંગાવવામાં આવ્યા હતા. આ પ્રક્રિયા હવે અંતિમ તબક્કામાં પ્રવેશી છે, એમ ગુરુવારે સરકારે જણાવ્યું હતું. એર ઇન્ડિયાને ખરીદવા ટાટા ગ્રૂપ સહિતની કંપનીઓએ ફાઇનાન્શિયલ બિડ્સ કર્યા છે. જોકે સરકારે બિડર્સના નામ જાહેર કર્યા ન હતા.
ટાટા સન્સના પ્રવક્તાએ જણાવ્યું હતું કે કંપનીએ એર ઇન્ડિયા માટે બિડ કરી છે. ઉદ્યોગના સૂત્રોના જણાવ્યા અનસાર સ્પાઇસજેટના પ્રમોટર અજય સિંહે પણ ફાઇનાન્શિયલ બિડ્સ કરી હોવાની શક્યતા છે.

Read More...
વૈશ્વિક રોકાણકારો ભારતમાં રોકાણ માટે ઉત્સાહિતઃ સરવે

ભારતીય અર્થતંત્ર કોરોનાની ગંભીર અસરનો સામનો કરી રહ્યું હોવા છતાં વૈશ્વિક રોકાણકારો ભારતમાં રોકાણ કરવા ઉત્સાહ ધરાવી રહ્યા છે. ડેલોઈટ દ્વારા વૈશ્વિક સ્તરના ૧૨૦૦ બિઝનેસ લીડર્સના હાથ ધરાયેલા સર્વમાંથી ૪૪ ટકાએ ભારતમાં વધુ રોકાણ કરવા અથવા પ્રથમ વખત રોકાણ કરવાની પોતાની યોજના હોવાનું જણાવ્યું હતું.
ભારત વિશે વૈશ્વિક રોકાણકારોની કેવી માન્યતા છે તેનો અંદાજ મેળવવા આ સર્વે હાથ ધરાયો હતો. પ્રથમ વખત થનારા ઈન્વેસ્ટમેન્ટમાંથી અંદાજે ૬૫ ટકા ઈન્વેસ્ટમેન્ટ આગામી બે વર્ષમાં જોવા મળવાની અપેક્ષા છે. ભારતમાં વેપાર સંબંધિત માન્યતાઓ સિંગાપુર તથા જાપાનની સરખામણીએ અમેરિકા તથા યુકેમાં સારી છે. વર્તમાન વર્ષમાં જ્યારે ભારતમાં કોરોનાની બીજી લહેર એકદમ જ વકરેલી હતી ત્યારે આ સર્વે હાથ ધરાયો હતો.

Read More...
ટેલિકોમ સેક્ટરમાં રાહત પેકેજ સાથે ધરખમ સુધારાઃ 100% FDIની મંજૂરી

ભારત સરકારે નાણાભીડનો સામનો કરી રહેલા ટેલિકોમ ક્ષેત્ર માટે રાહત પેકેજની સાથે ધરખમ સુધારાની બુધવાર, 16 સપ્ટેમ્બરે જાહેરાત કરી હતી. આ ક્ષેત્રમાં સરકારે ઓટોમેટિક રૂટ હેઠળ 100 ટકા સીધા વિદેશી રોકાણ (એફડીઆઇ)ની મંજૂરી આપી છે. આમ હવે વિદેશી રોકાણ માટે સરકાર કે રિઝર્વ બેન્કની મંજૂરી લેવી પડશે નહીં. સરકારે ટેલિકોમ ક્ષેત્રને તમામ સરકારી ચુકવણીમાં મોરેટોરિયમની જાહેરાત કરી હતી. સરકારના પગલાંથી વોડાફોન આઇડિયાને સૌથી વધુ લાભ થવાની ધારણા છે.

Read More...
ટાટા સન્સે લીડરશીપમાં ઐતિહાસિક ફેરફારના અહેવાલ નકાર્યા

ભારતનું સૌથી મોટું અને જૂનુ ઔદ્યોગિક જૂથ ટાટા ગ્રૂપની હોલ્ડિંગની કંપની ટાટા સન્સે લીડરશિપ સ્ટ્રક્ચરમાં મોટા ફેરફારની શક્યતાને નકારી કાઢી હતી. ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રસેકરને જણાવ્યું હતું કે કંપનીની મેનેજમેન્ટ સ્ટ્રક્ચરમાં કોઇ ફેરફાર થશે નહીં અને જો કોઇ નિર્ણય લેવાશે તો તે નોમિનેશન અને રેમ્યુનરેશન કમિટી કરશે.
ટાટા સન્સ સીઇઓનો હોદ્દો બનાવીને તેના લીડરશીપ સ્ટ્રક્ચરમાં ઐતિહાસિક ફેરફાર કરી રહી હોવાના અહેવાલ અંગે તેઓ પ્રતિક્રિયા આપી રહ્યાં હતા. તેમણે જણાવ્યું હતું કે કંપનીના રોજિંગ બિઝનેસમાં વિક્ષેપ ઊભી કરતાં આવા અહેવાલોથી અમે ઘણા નિરાશ થયા છે. ટાટા ટ્રસ્ટના ચેરેમન રતન ટાટાએ પણ આવા અહેવાલો અંગે નિરાશા વ્યક્ત કરી હતી.

Read More...
  Entertainment

નવી ફિલ્મની રાહમાં નરગિસ ફકરી

નરગિસ ફકરીએ દસ વર્ષના સમયગાળામાં પોતાનું એક ચોક્કસ સ્થાન બનાવ્યું છે. તેણે રણબીર કપૂર સાથેની ફિલ્મ રોકસ્ટારથી કારકિર્દીની શરૂઆત કરી હતી. તે નવેમ્બરમાં કારકિર્દીના દસ વર્ષ પૂર્ણ કરશે. જોકે, તે ફિલ્મો કરતા ઉદય ચોપરા સાથેના સંબંધના કારણે વધુ ચર્ચામાં હતી.
હવે નરગિસને ફરીથી બોલીવૂડમાં સક્રિય થવું છે અને તે સારા પ્રોજેક્ટ અને પાત્ર મળવાની રાહ જોઇ રહી છે. તાજેતરના એક ઇન્ટવ્યૂમાં તેણે જણાવ્યું હતું કે, તેણે અને ઉદય ચોપરાએ કદી ડેટ કરી રહ્યા હોવાની સ્પષ્ટતા જાહેરમાં કરી નહોતી. જોકે, કહેવાય છે કે તેઓ પાંચ વર્ષ સુધી ડેટ કરી રહ્યા હતા. ઉદય ચોપરા સાથેના સંબંધને મીડિયામાં ખબર ન પડવા દેવાની નરગિસની આસપાસના લોકોએ તેને ખાસ સલાહ આપી હતી. આમ, છતાં તેઓ એક પ્રાઇવેટ હોલીડે પર ગયા હતા ત્યારની તસવીર લીક થઇ ગઇ હતી.

Read More...

વેબસીરિઝ માટે બોબી એવોર્ડથી સન્માનિત

ઓટીટી પ્લેટફોર્મ પર ગત વર્ષે પ્રસારિત થયેલી વેબ સીરિઝ આશ્રમ માટે બોબી દેઓલને એવોર્ડ આપવામાં આવ્યો છે. મુંબઇ ખાતે રાજભવનમાં આયોજિત એક સમારંભમાં મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશિયારીએ તેનું સમ્માન કર્યું હતું. આ સમારંભમાં મિલિટરીના અધિકારીઓ સહિત બોલીવૂડની ઘણી સેલિબ્રિટીઝ હાજર હતી.
ઉલ્લેખનીય છે કે, બોબીને આ જ વેબસીરિઝ માટે દાદાસાહેબ ફાળકે ઇન્ટરનેશનલ એવોર્ડથી પણ સમ્માનિત કરવામાં આવ્યો છે. આ અંગે પ્રતિક્રિયા આપતા બોબીએ જણાવ્યું હતું કે, વેબસીરિઝ ‘આશ્રમ’ માટે ૨૭મા સોલ લાયન્સ ગોલ્ડ એવોર્ડ 2021માં ઓટીટી પ્લેટફોર્મના સર્વશ્રેષ્ઠ અભિનેતા તરીકે આ સમ્માન મેળવવું એ મારા માટે ગર્વની વાત છે.

Read More...

જહાન્વી કપૂર અને અક્ષત રાજનનું બ્રેકઅપ નથી થયું, કિસનો વીડિયો વાઇરલ

અગાઉ એવી ચર્ચા હતી કે શ્રીદેવી અને બોની કપૂરની દીકરી જ્હાન્વી કપૂરનું તેના બોય ફ્રેન્ડ અક્ષત રાજન સાથે બ્રેકઅપ થઇ ચૂક્યું છે. પરંતુ તાજેતરની જ એક ઘટના અને વાઇરલ થયેલા વીડિયો પરથી કહી શકાય કે તેમના સંબંધો અગાઉ જેવા જ યથાવત છે. જહાન્વીએ થોડા દિવસ પહેલા અક્ષત રાજન તથા બહેન ખુશી કપૂર સાથે પાર્ટી કરી હતી. જાહન્વીએ પાર્ટીની તસવીરો-વીડિયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી, આમાંથી જ એક વીડિયોમાં અક્ષત, જ્હાન્વીને ગાલ પર કિસ કરતો હોય તેવું જોવા મળે છે.

Read More...

મારો કોઇ ગોડફાધર નથીઃ યામી

યામી ગૌતમે આ વર્ષે 4 જુનના રોજ ફિલ્મ ડાયરેકટર આદિત્ય ધર સાથે લગ્ન કર્યા છે. તેણે જણાવ્યું છે કે, બોલીવૂડમાં તેનો કોઇ ગોડફાધર નથી. યામીએ એક ઇન્ટરવ્યૂમાં પોતાની કારકિર્દી અંગે જણાવ્યું હતું કે, વર્ષ 2012માં તેણે વિકી ડોનર ફિલ્મથી બોલીવૂડમાં પદાપર્ણ કર્યું હતું.
જોકે, અભિનયની શરૂઆત તેણે ટીવી સીરિયલ ચાંદ કે પાર ચલો…થી કરી હતી. આવતા વર્ષે યામી પોતાની કારકિર્દીનો એક દાયકો પૂર્ણ કરશે. તેણે જણાવ્યું હતું કે, મેં મારી આવડત અને નસીબના આધારે પર બોલીવૂડમાં કારકિર્દી બનાવી છે.

Read More...

ડિસ્કવરી ચેનલના શોમાં અજયને મળ્યું સ્થાન

જાણીતા સર્વાઇવલ સ્કિલ શો ‘ઇન ટુ ધ વાઇલ્ડ વીથ બેર ગ્રીલ્સ’માં હવે અજય દેવગણ જોવા મળશે. આ રોમાંચક સફરનો હિસ્સો બનવા બદલ અજયે ખુશી વ્યક્ત કરી હતી. ડિસ્કવરી ચેનલ પરથી પ્રસારિત થતો આ શોના નવા એપિસોડ માટે અજય દેવગણની પસંદગી કરવામાં આવી છે. બેર ગ્રિલ્સે ઇન્સ્ટાગ્રામ પર જણાવ્યું છે કે, બોલીવૂડના બે યોદ્ધા તેમની સાથે ઇન ટુ ધ વાઇલ્ડમાં જોવા મળશે. જેમાં અજય દેવગણનું નામ સામેલ છે પરંતુ બીજા અભિનેતા અંગે જણાવ્યું નથી.

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]
google play apple store