પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ગુજરાતના મુન્દ્રા પોર્ટ પરથી રાજ્યનો અને કદાચ ભારતનો અત્યાર સુધીનો સૌથી મોટો હેરોઇનનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. પોર્ટ પરથી ટેલ્કમ પાવડર નામે આયાત કરવામાં આવેલો આશરે 20,900 કરોડના મૂલ્યનો 3 ટન (2,099 કિલોગ્રામ) જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. ડિરેક્ટોરેટ ઓફ રિવન્યૂ ઇન્ટેલિજન્સે સોમવારે જણાવ્યું હતું કે ગુજરાતના મુન્દ્રા પોર્ટ ખાતે બે કેન્ટેનરમાંથી આશરે 3 ટન (2,099 કિગ્રા) હેરોઇનનો જંગી જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે, આ અંગેની કાર્યવાહી 14 સપ્ટેમ્બરથી ચાલુ હતી.

ટોચના અધિકારીના જણાવ્યા અનુસાર આંતરરાષ્ટ્રીય બજારમાં કિગ્રા દીઠ આશરે રૂા.7 કરોડના ભાવને આધારે હિરોઇનના આ જથ્થાની કિંમત રૂા.20,900 કરોડ થાય છે. આ હિરોઇન ઉચ્ચ ક્વોલિટીનું હતું. આ નશીદા પદાર્થનો જથ્થો અફધાનિસ્તાનથી મોકલવામાં આવ્યો હતો અને ઇરાનના બંદરથી જહાજમાં ભરવામાં આવ્યો હતો.
સિનિયર અધિકારીઓએ જણાવ્યું હતું કે આ કન્સાઇનમેન્ટની આયાત આંધ્રપ્રદેશના વિજયવાડા ખાતેની આશી ટ્રેડિંગ કંપનીએ કરી હતી. તેને અફધાનિસ્તાનમાંથી આવતા સેમી પ્રોસેસેસ્ડ ટેલ્કમ સ્ટોન જાહેર કરવામાં આવ્યા હતા અને તેને ઇરાનના બંદર અબ્બાસ પોર્ટમાંથી જહાજમાં ભરવામાં આવ્યું હતું. ચોક્કસ ગુપ્ત માહિતીને આધારે આ કન્સાઇમેન્ટને અધિકારીઓ જપ્ત કર્યું હતું. બે કન્ટેસાઇનમેન્ટમાં આ માલ ભરેલો હતો.

અધિકારીઓએ જણાવ્યું હતું કે આ કામગીરી પડકારજનક હતી કે કારણ કે બે ટન પાવડર અને સેમિ સોલિડ સ્ટોનમાં આશરે 20 બેગ્સ હતી. અધિકારીઓએ દરેક બેગના કન્ટેન્ટની તપાસ કરવામાં નિષ્ણાતોની મદદ લીધી હતી અને એક કન્ટેનસરમાંથી 2,000 કિગ્રા અને બીજા કન્ટેન્સરમાંથી 989 કિગ્રા હેરોઇન મળ્યું હતું.

આ ગતિવિધિથી માહિતગાર સૂત્રોએ જણાવ્યું હતું કે ગેરકાયદેસર માલ ભરેલા દરેક કન્સાઇમેન્ટમાં ઉપર સ્ટોન ભરવામાં આવ્યા હતા અને વચ્ચે ટેલ્કમ પાવડર હતો. હેરોઇન તળિયે છુપાવેલું હતું. તેનાથી અધિકારીઓને હેરોઇનનો જથ્થો કેટલો છે તે નક્કી કરતાં ચાર દિવસ લાગ્યા હતા.

અધિકારીઓએ જણાવ્યું હતું કે ગાંધીનગરના ડિરેક્ટોરેટ ઓફ ફોરેન્સિક સાયન્સિસ (ડીએફએસ)ના અધિકારીઓએ તપાસ કરી હતી. તપાસ દરમિયાન બંને કન્ટેનર્સમાં નાર્કોટિક્સ મળ્યું હતું. ડીએફએસના રિપોર્ટમાં તે હેરોઇન હોવાની પુષ્ટી થઈ હતી.

અધિકારીઓએ જણાવ્યું હતું કે આ અંગે અમદાવાદ, દિલ્હી, ચેન્નાઇ, ગાંધીધામ અને માંડવીમાં તપાસ કરવામાં આવી છે.અત્યાર સુધી બે વ્યક્તિઓની ધરપકડ થઈ છે. ભૂજની કોર્ટે સોમવારે તેમને 10 દિવસની કસ્ટડીમાં મોકલી આપ્યા હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર આ સમગ્ર રેકેટમાં અફધાન નાગરિક પણ સામેલ છે. આ હેરોઇન ક્યા મોકલવામાં આવતું હતુ અને તેમાં કોઇ સંડોવાયેલું છે, જેની તપાસ ચાલુ છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે આ કેસની સંબંધમાં દિલ્હીમાં રહેતા ચેન્નાઇને એક દંપત્તિની ધરપકડ કરવામાં આવી છે. જોકે એજન્સીએ તેમની ભૂમિકા અંગે ચુપકીદી સેવી છે. સૂત્રોએ સંકેત આપ્યો હતો કે એજન્સી તાલિબાન કનેક્શનની પણ તપાસ કરી રહી છે.