(Photo by SUJIT JAISWAL/AFP via Getty Images)

અગાઉ એવી ચર્ચા હતી કે શ્રીદેવી અને બોની કપૂરની દીકરી જ્હાન્વી કપૂરનું તેના બોય ફ્રેન્ડ અક્ષત રાજન સાથે બ્રેકઅપ થઇ ચૂક્યું છે. પરંતુ તાજેતરની જ એક ઘટના અને વાઇરલ થયેલા વીડિયો પરથી કહી શકાય કે તેમના સંબંધો અગાઉ જેવા જ યથાવત છે. જહાન્વીએ થોડા દિવસ પહેલા અક્ષત રાજન તથા બહેન ખુશી કપૂર સાથે પાર્ટી કરી હતી. જાહન્વીએ પાર્ટીની તસવીરો-વીડિયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી, આમાંથી જ એક વીડિયોમાં અક્ષત, જ્હાન્વીને ગાલ પર કિસ કરતો હોય તેવું જોવા મળે છે. આ વીડિયો જોઇને તેના ચાહકોએ વિવિધ કમેન્ટ કરી છે.
અક્ષતનો જન્મદિવસ 15 સપ્ટેમ્બરના રોજ હતો અને પાર્ટી શનિવાર, 18 સપ્ટેમ્બરના રોજ આપવામાં આવી હતી. આ પાર્ટીમાં જ્હાન્વી કપૂર વ્હાઇટ સ્ટ્રેપી ડ્રેસમાં જોવા મળે છે. પાર્ટીમાં જ્હાન્વીની બહેન ખુશી કપૂર પણ આવી હતી. ખુશી બ્લેક શર્ટ તથા પેન્ટમાં હતી. તેણે ઓવર સાઇઝ્ડ બ્લેઝર પહેર્યું હતું.

પાર્ટીમાં કિંગ, ક્વીન તથા જેકના કાર્ડ લગાવેલા છે. જાન્હવીએ મિત્રો સાથે પોઝ આપ્યા છે. તસવીરો પોસ્ટ કરીને જ્હાન્વીએ કેપ્શન આપ્યું હતું, ‘ફૅમ.’

જ્હાન્વીએ 15 સપ્ટેમ્બરના રોજ અક્ષતને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. આ સમયે જ્હાન્વીએ કહ્યું હતું, ‘હેપ્પી બર્થડે વિશ્વના સૌથી સારા વ્યક્તિને. હું તમને પ્રેમ કરું છું.’ ગેમન ઇન્ડિયા લિમિટેડ ચેરમેન તથા મેનેજિંગ ડિરેક્ટર અભિજીત રાજનનો દીકરો છે. અક્ષતને મોટો ભાઈ જયાદિત્ય તથા બહેન અનુષ્કા છે. અનુષ્કાએ રિયલ એસ્ટેટ કિંગ અભિષેક દોશી સાથે લગ્ન કર્યાં છે. અક્ષત પરિવાર સાથે મુંબઈમાં ‘ધ રાજન હાઉસ’માં રહે છે.

અક્ષત અને જહાન્વીએ બોસ્ટનની એક યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હતો. અક્ષત તથા શ્રીદેવી વચ્ચે સારું બોન્ડિંગ હતું. અનેક ફેમિલી ફંક્શનમાં જાન્હવી તથા અક્ષત સાથે જોવા મળતા હતા. જોકે, વચ્ચે એવી ચર્ચા હતી કે બંનેનું બ્રેકઅપ થયું છે. જોકે, હવે એવું લાગે છે કે બંને વચ્ચે પેચઅપ થઈ ગયું છે. જ્હાન્વી છેલ્લે રાજકુમાર રાવ તથા વરુણ શર્મા સાથે ફિલ્મ ‘રુહી’માં જોવા મળી હતી. હવે તે ‘ગુડ લક જેરી’માં જોવા મળશે. આ ઉપરાંત તે ‘દોસ્તાના 2’માં પણ જોવા મળશે.