પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

અમેરિકામાં કોરોના વાઇરસથી ગુરુવારે સતત બીજા દિવસે એક દિવસમાં આશરે 4,000 લોકોના મોત થયા હતા, જે અત્યાર સુધીના સૌથી વધુ મોત છે. જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીના જણાવ્યા અનુસાર અમેરિકામાં ગુરુવારે 3,998 લોકોના મોત થયા હતા. આ સમયગાળામાં અમેરિકામાં કોરોના વાઇરસના નવા 265,46 નવા કેસ નોંધાયા હતા. હોપ્ટિલમાં દાખલ થયેલા લોકોની સંખ્યા 132,046 રહી હતી. અમેરિકામાં અત્યાર સુધી આશરે છ મિલિયન લોકોને વેક્સિનના બે ડોઝ આપવામાં આવ્યા છે.