(istockphoto)

અમેરિકામાં પ્રેસિડન્ટની ચૂંટણીના ચાર દિવસ બાકી છે ત્યારે શુક્રવારે કોરોનાના 100,000થી વધુ નવા કેસ નોંધાયા હતા, જે વિશ્વમાં દૈનિક નવા કેસનો રેકોર્ડ છે. નવા કેસોમાં ઉછાળાને પગલે હોસ્પિટલો ભરાઈ જવાની તૈયારીમાં છે. અમેરિકામાં અત્યાર સુધી કોરોનાના કેસની સંખ્યા નવ મિલિયન થઈ હતી, જે કુલ વસતીના આશરે ત્રણ છે. કોરોનાથી અત્યાર સુધી 229,000 લોકોના મોત થયા છે, એમ રોઇટર્સના અહેવાલમાં જણાવાયું હતું.

અમેરિકાની હેલ્થ ઓથોરિટીએ શુક્રવારે જણાવ્યું હતું કે છેલ્લાં 24 કલાકમાં કોરોનાના 100,233 નવા કેસ નોંધાયા છે. શુક્રવારે નવા કેસનો નવો રેકોર્ડ નોંધાયો હતો. ગુરુવારે અમેરિકામાં 91,248 કેસ નોંધાયા હતા. અને ઘણા રાજ્યોમાં હોસ્પિટલમાં દાખલ થયેલા લોકોની સંખ્યા પણ વિક્રમજનક રહી હતી.ભારતમાં 17 સપ્ટેમ્બરે 97,984 નવા કેસ નોંધાયા હતા, જે રેકોર્ડ તૂટ્યો છે.