અમેરિકામાં આગામી તા. 5 ઓગસ્ટથી સુપર60 લેજેન્ડ્સ ક્રિકેટ લીગનો આરંભ થશે. 10 ઓવરની આ ટુર્નામેન્ટમાં છ ટીમો સ્પર્ધામાં ભાગ લેશે અને તે અમેરિકાના વિવિધ શહેરોમાં 16મી ઓગસ્ટ સુધી રમાશે.
વિવિધ દેશોના નિવૃત્ત ખેલાડીઓ તેમાં ભાગ લેવાના છે, જેમાં ભારતના શિખર ધવન, હરભજન સિંઘ, સુરેશ રાયના અને રોબિન ઉથપ્પા અગ્રણીઓ છે. એસએએમપી ગ્રુપ દ્વારા પ્રાયોજિત આ ટુર્નામેન્ટની ટીમોમાં એલએ સ્ટ્રાઈકર્સ, મોરિસવિલે ફાઈટર્સ, રીબેલ વોરીઅર્સ, શિકાગો પ્લેયર્સ, ડેટ્રોઈટ ફાલ્કન્સ તથા વોશિંગ્ટન ટાઈગર્સનો સમાવેશ થાય છે.
ટુર્નામેન્ટમાં રમનારા અન્ય મોખરાના નિવૃત્ત ખેલાડીઓમાં માર્ટિન ગપ્ટીલ, વેઈન પાર્નેલ, લેન્ડલ સિમન્સ, શોન માર્શ, કોલિન ડી ગ્રાંડહોમ, શેલ્ડન કોટરેલ, સૌરભ તિવારી, મિચેલ જોન્સન, જેક્સ કાલિસ, શાકિબ અલ હસન, શાહબાઝ નદીમ, પાર્થિવ પટેલ તથા રવિ બોપારાનો સમાવેશ થાય છે.
