સેટેલાઇટ ઇમેજમાં દેખાય છે કે અમેરિકામાં ન્યૂ જર્સીમાં બ્રિજવોટર ટાઉનશીપમાં ટીડી બેન્ક બોલપાર્ક પૂરમાં ગરકાવ થઈ ગયો હતોSatellite image copyright 2021 Maxar Technologies/Handout via REUTERS

અમેરિકાના ન્યૂયોર્ક અને ન્યૂજર્સીમાં દરિયાઈ વાવાઝોડા ઈડાના કારણે ગુરુવારે વરસેલા ભારે વરસાદના કારણે ભારે તબાહી મચી હતી અને ઓછામાં ઓછા 40 લોકોના મોત થયા હતા. ભારે તોફાન સાથે મૂશળધાર વરસાદ, ફ્લેશ પૂરને ન્યૂયોર્ક અને ન્યૂજર્સીમાં જગ્યાઓએ ઈમર્જન્સીની જાહેરાત કરવામાં આવી હતી. વાવાઝોડું વધારે ખતરનાક બનીને ન્યૂ ઈંગ્લેન્ડ તરફ આગળ વધ્યું હતું.

ન્યૂયોર્ક શહેરમાં પોલીસે 7 લોકોના મૃત્યુની પૃષ્ટિ કરી હતી, જ્યારે ન્યૂજર્સીમાં એક વ્યક્તિનું મોત થયું હતું. ન્યૂયોર્ક એફડીઆર ડ્રાઈવ, મેનહટ્ટની પૂર્વ બાજુએ એક મોટો વિસ્તાર અને બ્રોંક્સ નદી પાર્કવે બુધવારે મોડી સાંજ સુધી પાણીમાં ડૂબેલા હતા. સબવે સ્ટેશનો અને રસ્તાઓ પર પાણી ભરાવાના કારણે મેટ્રોપોલિટન ટ્રાન્સપોર્ટેશન ઓથોરિટીએ તમામ સેવાઓ સસ્પેન્ડ કરવી પડી હતી. ઓનલાઈન પોસ્ટ કરવામાં આવેલા એક વીડિયોમાં સબવે પર સફર કરી રહેલા લોકો કારોમાં સીટ પર ઉભેલા દેખાઈ રહ્યા હતા.

એક વીડિયોમાં રસ્તાઓ પર ઉભેલી ગાડીઓ કાચ સુધી ડૂબેલી દેખાઈ રહી હતી. ન્યૂયોર્કમાં રાષ્ટ્રીય મોસમ સેવા કાર્યાલયે બુધવારે રાતે પૂરને લઈ અચાનક ઈમર્જન્સીની પહેલી ચેતવણી જાહેર કરી હતી. આ ચેતવણી વિશેષ પરિસ્થિતિઓમાં ત્યારે જાહેર કરવામાં આવે છે જ્યારે પૂરના કારણે વિનાશકારી ક્ષતિ થઈ રહી હોય અથવા થવાની હોય. વરસાદના કારણે ન્યૂયોર્ક અને ન્યૂજર્સી એમ બંને જગ્યાએ અનેક ઈમારતોને પણ નુકસાન પહોંચ્યુ હતું. મૂશળધાર વરસાદના કારણે વીજળીનો પુરવઠો પણ પ્રભાવિત થયો હતા.

વાવાઝોડા અને વરસાદના કારણે ન્યૂજર્સીની તમામ 21 કાઉન્ટીઓમાં ઈમર્જન્સીની જાહેરાત કરવામાં આવી હતા.પૂર વધારે વિકરાળ બનશે તેવી ચેતવણી પણ આપી છે. અમેરિકામાં ઈડા વાવાઝોડાનો કહેર હજુ અટક્યો નથી. સોમવારે લુઈસિયાનાના કિનારે અથડાયા બાદ ત્યાંના તટીય ક્ષેત્રોમાં હવાની ઝડપ 241 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી ગઈ હતી. તેને અમેરિકાના સૌથી શક્તિશાળી વાવાઝોડા પૈકીનું એક માનવામાં આવ્યું હતું. તેની તાકાતનો અંદાજો એ રીતે પણ લગાવી શકાય કે, વાવાઝોડાના નબળા પડ્યાના 2 દિવસ બાદ પણ અમેરિકાના અનેક શહેરોમાં ભારે વરસાદના કારણે જન-જીવન અસ્ત વ્યસ્ત છે. ન્યૂયોર્ક, મિસિસિપ્પી, અલાબામા અને ફ્લોરિડા જેવા રાજ્યોમાં તો રસ્તાઓ પર જ તળાવ બની ગયા છે અને લોકોની મદદ માટે બચાવકર્મીઓ હોડીઓમાં બેસીને નીકળી રહ્યા હતા.

ન્યૂયોર્કમાં બુધવારે 5 કલાકમાં 17.78 સેમી વરસાદ વરસ્યો હતો. જો પ્રમાણની રીતે જોઈએ તો ન્યૂયોર્કમાં 5 કલાકની અંદર આશરે 1 લાખ 32 હજાર કરોડ લીટર પાણી વરસ્યું. આટલા પાણી વડે ઓલમ્પિક ગેમ્સમાં વપરાતા સ્વિમિંગ પૂલને 50,000 વખત ભરી શકાય.