(ANI Photo)

ઇન્ડિયન ડાયાસ્પોરાને એકજૂથ કરવા માટે કામગીરી કરતું અગ્રણી સંગઠન ઇન્ડિયાસ્પોરાએ 2047 સુધી ભારતની પ્રગતિમાં ઇન્ડિયન ડાયાસ્પોરાની ભૂમિકાનું મંથન કરવા માટે આ મહિનાના અંત ભાગમાં નવી દિલ્હીમાં જી-20 ફોરમનું આયોજન કરવાની બુધવારે જાહેરાત કરી હતી.  

આ સંગઠનની મીડિયા યાદી મુજબ 22 ઓગસ્ટથી ત્રણ દિવસના ઇન્ડિયાસ્પોરા જી-20 સમીટનું આયોજન થશે. તેમાં વિશ્વભરના પ્રભાવશાળી લોકોને આમંત્રિત કરાશે તથા વિદેશ નીતિ,  નાણાકીય સર્વસમાવેશિતાઆબોહવા પરિવર્તનલિંગ સમાનતાઆરોગ્યસંભાળપરોપકારઉદ્યોગસાહસિકતારમતગમતવેપાર અને રોકાણો જેવા મુદ્દાની ચર્ચા વિચારણા કરાશે.  

ઈન્ડિયાસ્પોરાના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર સંજીવ જોશીપુરાએ જણાવ્યું હતું કે ભારત G20નું પ્રમુખપદ સંભાળે છેતેથી ઈન્ડિયાસ્પોરા G20 ફોરમનું આયોજન કરવાનો આ શ્રેષ્ઠ સમય છે. ઈન્ડિયાસ્પોરા 25 દેશોમાંથી 200 ડાયસ્પોરા લીડરને આમંત્રણ કરશે તથા ભારતની આઝાદીના 100 વર્ષની સફ દરમિયાન કેવી રીતે ડાયાસ્પોરા યોગદાન આપી શકે તેની ચર્ચા થશે.  

LEAVE A REPLY

five × one =