Karthik is becoming Akshay's alternative
(Photo by SUJIT JAISWAL/AFP via Getty Images)

બોલીવૂડનો યુવા અભિનેતા કાર્તિક આર્યન ઘણા લાંબા સમયથી મુંબઇમાં ઘર શોધતો હતો. હવે તેણે જૂહુ વિસ્તારમાં રૂ. ૧૭.૫૦ કરોડમાં એક ફલેટ ખરીદ્યો હોવાનું કહેવાય છે. તેના માતા-પિતા જે સોસાયટીમાં રહે છે ત્યાં જ તેણે જુદું ઘર ખરીદ્યું હોવાનું સૂત્રો જણાવે છે.

કાર્તિક તેના પરિવારજનો સાથે ઘર શોધી રહ્યો હોય તેવા અનેક વીડિયો તથા તસવીરો અગાઉ વાઇરલ થયા હતા. થોડા સમય પહેલાં તેણે શાહિદ કપૂરનું ઘર જ રહેવા માટે ભાડે રાખી લીધું હતું. શાહીદ આ ઘર છોડી નવાં એપાર્ટમેન્ટમાં શિફ્ટ થયો હતો. કાર્તિકનો નવો ફલેટ ૧૫૯૪ સ્કવેર ફૂટનો હોવાનું જાણવા મળે છે. કાર્તિક પાસે વૈભવી કારોનો કાફલો છે. તેણે આ ફલેટ સાથે બે કારનું પાર્કિંગ પણ અલગથી ખરીદ્યું હોવાનું જાણવા મળે છે. કાર્તિકે જ્યાં નવો ફલેટ લીધો છે એ જ કેમ્પસમાં બીજી એક બિલ્ડિંગમાં તેનો ફલેટ છે. જ્યાં અત્યારે તેના માતાપિતા રહે છે. લાંબી શોધ પછી તેણે એ કેમ્પસ પર પસંદગી ઉતારી છે. કાર્તિકને દરિયાથી નજીકનો ફલેટ જોઈતો હતો અને તે માટે જ તેણે શાહીદનું ઘર ભાડે લીધું હતું.

 

 

LEAVE A REPLY

15 − 13 =