PTI

ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકર રવિવારે યુકેના વડા પ્રધાન ઋષિ સુનક અને તેમની પત્ની અક્ષતા મૂર્તિને 10 ડાઉનિંગ સ્ટ્રીટ પર મળ્યાં હતાં અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વતી દિવાળીની શુભેચ્છાઓ પાઠવી હતી.

એસ જયશંકરે તેમની પત્ની સાથે યુકેના પીએમ સાથે મુલાકાત કરી અને તેમને ભગવાન ગણેશની પ્રતિમા અને ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી દ્વારા હસ્તાક્ષર કરેલું ક્રિકેટ બેટ ભેટમાં આપ્યું હતું.

એક્સ (ટ્વીટર) પર તેમના સત્તાવાર હેન્ડલ પર એસ જયશંકરે UKના PM સાથેની તેમની મુલાકાત વિશેની વિગતો શેર કરી હતી. તેમણે જણાવ્યું હતું કે દિવાળીના પ્રસંગે વડાપ્રધાન ઋષિ સુનકને મળવાથી આનંદ થયો અને  PM નરેન્દ્ર મોદીની શુભકામનાઓ પાઠવી હતી.  ભારત અને UK સમકાલીન સમય માટે સંબંધોને ફરીથી તાજા કરવામાં સક્રિયપણે વ્યસ્ત છે. શ્રી અને શ્રીમતી સુનકનો તેમના ઉષ્માભર્યા સ્વાગત અને આતિથ્ય માટે આભાર.

એસ જયશંકર હાલમાં યુનાઇટેડ કિંગડમની સત્તાવાર મુલાકાતે છે, જે દરમિયાન તેઓ તેમના યુકે સમકક્ષ જેમ્સ ક્લેવરલી સાથે બેઠક યોજવાના છે. તેઓ શનિવારે બ્રિટન પહોંચ્યા હતા અને 15 નવેમ્બરે તેમની મુલાકાત પૂર્ણ કરશે. તેમની મુલાકાત દરમિયાન તેઓ અન્ય કેટલાક મહાનુભાવોને પણ મળવાના છે.

ભારત અને યુકે મુક્ત વેપાર કરાર પર વાટાઘાટો કરી રહ્યા છે. ભારત અને યુકે વચ્ચે FTA માટેની વાટાઘાટો 2022માં શરૂ થઈ હતી અને વાટાઘાટોનો 12મો રાઉન્ડ આ વર્ષે 8-31 ઓગસ્ટ દરમિયાન યોજાયો હતો

 

 

 

LEAVE A REPLY

15 − 5 =