દિલ્હીની પ્રતિષ્ઠિત એઇમ્સ હોસ્પિટલના ડિરેક્ટર ડો. રણદીપ ગુલેરિયા (ANI Photo)

ઓમિક્રોન કેટલો ખતરનાક છે તે અંગે દિલ્હી એઇમ્સના ડિરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાએ ચોંકાવનારો દાવો કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આ વેરિયન્ટના સ્પાઇક પ્રોટીન એરિયામાં 30થી વધુ મ્યૂટેશન થઈ ચુક્યા છે. આનો અર્થ એવો થાય છે કે આ વેરિયન્ટ 30થી વધુ સ્વરૂપ બદલી ચુક્યો છે. તે વેક્સિનને પણ અસર વગરની બનાવી શકે છે. તેથી તેની ગંભીરતાથી તપાસ કરવી જોઇએ કે આ વેરિયન્ટ સામે વેક્સિન કેટલી પ્રભાવશાળી છે.