મુંબઈ પોલીસ અંગેના વિવાદાસ્પદ નિવેદનને કારણે શિવસેનાના કાર્યકારોના ભારે વિરોધ વચ્ચે બોલિવૂડની અભિનેત્રી કંગના રનૌત મુંબઈ એરપોર્ટ પર ઉતરી હતી. કંગના ચંડીગઢથી કોમર્શિયલ ફ્લાઇટમાં સ્થાનિક સમય મુજબ બપોરે 2.30 કલાકે મુંબઈમાં આવી પહોંચી હતી. શિવસૈનિકોએ કાળા વાવટા ફરકાવ્યા હતા અને નારેબાજી કરી હતી. બીજી તરફ કરણી સેના અને આરપીઆઇ (એ)ના કાર્યકારો અભિનેત્રીના સમર્થનમાં મોટા સંખ્યામાં એકઠા થયા હતા. આરપીઆઇ (એ)ના નેતા અને કેન્દ્રીય પ્રધાન રામદાસ આઠવલેએ કંગનાની સુરક્ષા કરવાની પક્ષના કાર્યકારોને સૂચના આપી હતી.

આ તમામ વિવાદ વચ્ચે કંગના સુરક્ષિત રીતે મુંબઈના બાંદ્રા સ્થિત તેના ઘરે પહોંચી ગઈ હતી. કંગનાની સુરક્ષામાં મુંબઈ પોલીસે ફિલ્ડ માર્શલ, CISF તથા મુંબઈ પોલીસના 24થી વધુ તૈયાર રાખ્યા હતા. કંગનાની સાથે તેની બહેન પણ હતી. ઘરે આવ્યા બાદ કંગનાએ સોસિયલ મીડિયામાં વીડિયો પોસ્ટ કર્યો હતો અને જણાવ્યું હતું કે ઉદ્ધવ ઠાકરે, તુજે ક્યા લગતા હૈ, તુને ફિલ્મ માફિયા કે સાથ મિલ કે મેરા ઘર તોડ કે મુજ સે બહોત બડા બદલા લિયા હૈ, આજ મેરા ઘર ટૂટા હૈં, કલ તેરા ઘમંડ ‘ટૂટેગા.

અભિનેત્રી કંગના મુંબઇ પહોંચે તે પહેલાં શિવસેનાનું શાસન ધરાવતી મુંબઇ મ્યુનિસિપાલિટીના અધિકારીઓ બુલડ઼ોઝર લઇને કંગનાની ઓફિસે પહોંચ્યા હતા. હજુ તો બે દિવસ પહેલાં BMCએ ઓફિસની બહાર નોટિસ મારી હતી કે રિનોવેશન ગેરકાયદે છે માટે સ્ટોપ વર્ક. જો પછીથી બોમ્બે હાઈકોર્ટમાં થયેલી સુનવણીમાં નિર્ણય કંગનાની તરફેણમાં આવ્યો છે. હાઇકોર્ટે ઓફિસની તોડફોડ સામે સ્ટે લગાવી દીધો હતો. કંગના રનૌતે તાજેતરમાં મુંબઈની સરખામણી પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર સાથે કરી હતી અને તેનાથી વિવાદ ઊભો થયો હતો. આ નિવેદનને પગલે મહારાષ્ટ્રમાં સત્તાધારી પક્ષ શિવસેના સાથે વાકયુદ્ધ થયું હતું.